ભારતમાં કેનેડાના હાઈ કમિશનર કેમેરોન મેકેએ કહ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચે વ્યૂહાત્મક હિતો લગભગ સમાન છે,તેમણે કહ્યું કે ભારતે હંમેશા કેનેડા સાથે દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મહત્વ આપ્યું છે. મેકેએ કહ્યું કે છેલ્લા કેટલાક મહિનાઓમાં બંને દેશો વચ્ચે તણાવનો સમય પણ આવ્યો હતો પણ તેની દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધો ઉપર કોઈ અસર થઈ નથી.

ભારતના ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં ‘ભારત-કેનેડા બિઝનેસઃ ધ વે ફોરવર્ડ’ વિષય પર સેમિનારને ગુરૂવારે સંબોધિત કરતા મેકેએ જણાવ્યું હતું કે રોકાણકારોનો આ વાર્ષિક મેળાવડો “અમારા બિઝનેસ-ટુ-બિઝનેસ અને લોકો-થી-લોકો સંબંધોને પુનઃસ્થાપિત કરવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ છે.”

મેકેએ કહ્યું, “છેલ્લા કેટલાક મહિનાઓ બંને દેશો વચ્ચે કેટલાક તણાવનો સમય રહ્યો છે, પરંતુ ભારત અને કેનેડાના વેપારી સમુદાયના હિતમાં વેપાર અને રોકાણ વ્યવહારને ચાલુ રાખવા માટે આતુર છું.

તેમણે કહ્યું કે બિઝનેસ-ટુ-બિઝનેસ સંબંધ નવી નોકરીઓનું સર્જન કરશે, ટેક્નોલોજી શેરિંગને વધારશે અને બંને દેશોની સમૃદ્ધિમાં વધારો કરશે.

હાઈ કમિશનર કેમેરોન મેકેએ જણાવ્યું હતું કે, “મારી સરકાર અને ભારત સરકાર અને બંને દેશોના ઉદ્યોગપતિઓને મારી સલાહ છે કે સરકારોને તેમનું કામ કરવા દો, સરકારોને તેમની કૂટનીતિ કરવા દો. પરંતુ બધા જાણે છે કે લાંબા ગાળે વ્યૂહાત્મક કેનેડા અને ભારતના હિતો સમાન છે.” બીજા સાથે જોડાયેલા છે.”

તેમણે વધુમાં કહ્યું કે ચાલો આપણે બિઝનેસ ટુ બિઝનેસ સંબંધો બનાવીએ.
આપણે આપણા વેપાર અને દેશો વચ્ચે ફરી મૈત્રીપૂર્ણ સંબંધો બનાવવા માટે સાથે મળીને કામ કરવું જોઈએ.