કેનેડામાં ઘર મેળવવાનું વિદેશીઓનું સપનું ફરી એકવાર રોળાયુ છે.
ટુડો સરકાર દ્વારા આ પ્રતિબંધને વધુ બે વર્ષ સુધી લંબાવ્યો છે.

કેનેડા સરકારે વિદેશીઓ દ્વારા થતી ઘરની ખરીદી પરના નિયંત્રણો લંબાવ્યા છે, નાણા પ્રધાન ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આ જાહેરાત કરી છે.

આ નિયમ અગાઉ 2022થી લાગુ છે, હવે તેને 2027 સુધી લંબાવવામાં આવ્યો છે.

આ નિયમ એક જાન્યુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે, હવે તેની સમયમર્યાદા 1 જાન્યુઆરી 2027સુધી લંબાવવામાં આવી છે.

આની અસર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, શરણાર્થી દાવેદારો અને કામચલાઉ કામદારોને થશે.
આ નિયમો વિદેશી નાગરિકો અને વ્યાપારી સાહસોને કેનેડામાં રહેણાંક મિલકત ખરીદવાથી પ્રતિબંધિત કરે છે.

ફ્રીલેન્ડે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વિદેશી ખરીદદાર પ્રતિબંધોને લંબાવીને કેનેડિયન પરિવારોને રહેવા માટે સસ્તા અને પૂરતા ઘરો મળી રહે તેવો છે,જે વિદેશીઓ દ્વારા થતી ખરીદીને કારણે ભાવો વધે અને સટ્ટાકીય નાણાકીય સંપત્તિ વર્ગ ન બને તેવો છે.

આમ,આ નિયમ હેઠળ હજુ બે વર્ષ કેનેડામાં વિદેશીઓ પોતાનું ઘર ખરીદી નહિ શકે.