સાઉથ આફ્રિકા સામેની મેલબોર્ન ટેસ્ટમાં કેમેરુન ગ્રીનની આંગળીએ ફ્રેક્ચર
ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીનના જમણા હાથની આંગળી તૂટી ગઈ છે. કેમેરોન ગ્રીન હવે ઈજાના કારણે સિડનીમાં 4 જાન્યુઆરીથી રમાનાર ત્રણ ટેસ્ટ મેચોની છેલ્લી મેચમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી શ્રેણીમાં ગ્રીન શાનદાર પ્રદર્શન કરી રહ્યો હતો અને તેની ઈજા ટીમ માટે મોટો ફટકો સાબિત થઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પણ તેના સ્ટાર ઓલરાઉન્ડરની ઈજાની પુષ્ટિ કરી છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મેલબોર્નના મેદાન પર બોક્સિંગ ડે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની ઈજાની પ્રક્રિયા અટકી નથી. આ ટેસ્ટ મેચના પહેલા દિવસે જ્યાં ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક ઈજાગ્રસ્ત થયો હતો. બીજી તરફ, બીજા દિવસે બેવડી સદી ફટકારનાર ઓપનર ડેવિડ વોર્નર અને ત્યારબાદ આઈપીએલ 2023 માટે 17.5 કરોડની રકમ મેળવનાર ઓલરાઉન્ડર કેમરન ગ્રીન પણ ઈજાગ્રસ્ત થયા છે. જે બાદ હવે માનવામાં આવી રહ્યું છે કે ગ્રીન મેલબોર્ન ટેસ્ટ મેચમાં બોલિંગ કરી શકશે નહીં. જ્યારે તે 4 જાન્યુઆરીથી સિડનીમાં રમાનાર ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાંથી પણ બહાર થઈ શકે છે.
ઈનિંગની 85મી ઓવરમાં દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર એનરિક નોરખિયાના 144.6 કિમી પ્રતિ કલાકની સ્પીડનો બોલ સીધો તેના ગ્લોવ્સ પર વાગ્યો. આ પછી જ્યારે ગ્રીને ગ્લોવ્ઝ ઉતાર્યા ત્યારે તેની આંગળીમાંથી લોહી નીકળી રહ્યું હતું. પછી તે મેદાન છોડીને તરત જ રિટાયર હર્ટ થઈ ગયો અને તેની આંગળીનું સ્કેન કરાવવા હોસ્પિટલ ગયો હતો.
બીજી ટેસ્ટમાં કેમેરોન ગ્રીને કારકિર્દીની સર્વશ્રેષ્ઠ પાંચ વિકેટ ઝડપી હતી જે કારણે કે મેચના પહેલા જ દિવસે દક્ષિણ આફ્રિકાને તેમની પ્રથમ ઇનિંગમાં 189 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ઝડપી બોલર ગ્રીને 27 રનમાં પાંચ વિકેટ લીધી હતી. જ્યારે બેટિંગમાં ફ્રેક્ચર હોવા છતાં પણ 177 બોલમાં 51 રનની ઇનિંગ્સ રમી હતી.