કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બોક્સ ઓફિસ પર એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે

2 દિવસમાં જ 32 કરોડથી વધુની કમાણી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
કાર્તિક આર્યન, કિયારા અડવાણી અને તબુ સ્ટારર ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બોક્સ ઓફિસ પર એક પછી એક નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મે બીજા દિવસે પણ ટિકિટ બારી પર ઘણી કમાણી કરી છે. ફિલ્મે બીજા દિવસે 18.54 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ કમાણી સાથે ફિલ્મે બે દિવસમાં 32 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.

વર્ષ 2022ની સૌથી મોટી બોલિવૂડ ઓપનર બની
આ ફિલ્મ વર્ષ 2022ની સૌથી મોટી બોલિવૂડ ઓપનર બની ગઈ છે. ફિલ્મે રિલીઝના પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર, ફિલ્મે પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયા અને બીજા દિવસે 18.54 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બંને દિવસની કમાણી સહિત ફિલ્મે અત્યાર સુધીમાં 32.45 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

https://www.instagram.com/p/Cd2Xsp3s1XD/?igshid=YmMyMTA2M2Y=

KGF ચેપ્ટર 2 અને RRR જેવી ડબ કરેલી દક્ષિણ ભારતીય મૂવીઝ અને રનવે 34, હીરોપંતી 2, અને જયેશભાઈ જોરદાર જેવી હિન્દી મૂવીઝની વિશાળ સફળતા સાથે, ભૂલ ભૂલૈયા 2 બોલિવૂડ ઉદ્યોગને પુનર્જીવિત કરશે એવું કહેવાય છે. તે બોક્સ ઓફિસ પર કાર્તિક આર્યનની સૌથી મોટી ઓપનર તરીકે પણ ઉભરી છે.

ભૂલ ભૂલૈયા 2 વિશે વાત કરીએ તો, તે વર્ષ 2007માં આવેલી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ ભૂલ ભૂલૈયાની સિક્વલ છે. ફિલ્મમાં રાજપાલ યાદવ અને સંજય મિશ્રા પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યા છે. ફિલ્મમાં કાર્તિક અને કિયારાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.