નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી

8 વર્ષ પછી ટેક્સ સ્લેબમાં મોટી રાહત

કરદાતાઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં, જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે. 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે.

અત્યારસુધી 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત હતી. છેલ્લી વખત 2014-15ના બજેટમાં આવકવેરાના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. 2019-20માં 8 કરોડ લોકોએ આવકવેરો અથવા કોર્પોરેટ ટેક્સ ભર્યો હતો. બજેટમાં નવા સ્ટાર્ટઅપને 3 વર્ષ માટે આપવામાં આવેલી ટેક્સ છૂટ યથાવત્ રાખવામાં આવી છે.

વર્તમાન ટેક્સ સ્લેબ

વર્તમાન આવકવેરા વ્યવસ્થામાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 2.50 થી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે, જેમાં 87A હેઠળ રિબેટની જોગવાઈ છે. 5 થી 7.50 લાખની આવક પર 10 ટકા, 7.50 થી 10 લાખની આવક પર 15 ટકા, 10 થી 12.50 લાખની આવક પર 20 ટકા, 12.5 થી 15 લાખ અને 15 લાખથી વધુની આવક પર 25 ટકા. આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે.