કેટલીક હોસ્પિટલોમાં નર્સની અછતને પગલે 15 કલાક સુધીની શિફ્ટ થઇ રહી હોવાનો સ્થાનિક અખબારનો દાવો, ઇર્જન્સી ઓપરેશનમાં પણ લાંબુ વેઇટિંગ
નર્સોના શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર,
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ન્યુઝીલેન્ડમાં આરોગ્યની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. એકતરફ જ્યાં કોવિડ કેસોને પગલે સતત સાવચેતીના પગલા લેવામાં ન્યુઝીલેન્ડ સરકાર સામે સવાલો ઉભા થઇ રહ્યા છે ત્યાં હવે આરોગ્યની અન્ય સેવામાં પણ ઠાગાઠૈયા જોવા મળી રહ્યા છે. ન્યુઝીલેન્ડના સૌથી મોટા અખબાર એન.ઝેડ. હેરલ્ડમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક સ્થાનો પર નર્સને 15 કલાક જેવી પણ શિફ્ટ કરવી પડી રહી છે જેના પગલે હાલ તો રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. માત્ર આટલું જનહીં પરંતુ ઇમર્જન્સી સેવા કે જેને સામાન્ય રીતે આપણે ત્વરિત અપાતા ઉપચાર હેઠળ ગણીએ છીએ તે પણ એક અઠવાડિયા જેટલું લાંબુ વેઇટિંગ ધરાવે છે.
આરોગ્ય મંત્રીને નર્સોના દૈનિક સંઘર્ષોનું પુસ્તક અપાયું
અખબારના દાવા પ્રમાણે ઇમર્જન્સી ઓપરેશન માટે જ એક અઠવાડિયાનો વિલંબ થઇ રહ્યો છે અને સ્વાસ્થ્યની જાણે કટોકટી સર્જાઇ હોય તેવો ઘાટ ઘડાયો છે. મેન્ટલ હેલ્થ નર્સ ટ્રિશ મેકનેરે કહ્યું કે તે યુરીન અને મળમાં બેઠેલા દર્દીઓને જોઈ રહી છે કારણ કે આ પ્રકારની સમસ્યાનું સંચાલન કરવા માટે પૂરતો અનુભવી સ્ટાફ ન હતો. આ દૃશ્યો જોઇ ડર લાગે છે અને હું એવી ઇજાઓ સાથે ટૂંક સમયમાં નિવૃત્ત થઈશ જે ક્યારેય યોગ્ય રીતે સાજી થશે નહીં… “હું સંપૂર્ણપણે થાકીને ઘરે જાઉં છું અને ઊંઘી શકતી નથી, તે મારા માનસિક સ્વાસ્થ્યને સંપૂર્ણપણે અસર કરે છે.” મેકનાયર દેશભરની 2700 નર્સોમાંની એક હતી જેમણે બુધવારે આરોગ્ય પ્રધાન એન્ડ્રુ લિટલને રજૂ કરેલા પુસ્તકમાં તેમના દૈનિક સંઘર્ષના સંઘર્ષના ઉદાહરણો શેર કર્યા હતા. “અમે ઇચ્છીએ છીએ કે તે અમારો અવાજ સાંભળે,” મેકનેરે કહ્યું હતું.
એકતરફ જ્યાં ન્યુઝીલેન્ડ સરકાર સતત દાવો કરતી આવી રહી છે કે સ્વાસ્થ્ય અંગે કોઇ કટોકટી નથી પરંતુ ન્યુઝીલેન્ડ નર્સ ઓર્ગેનાઈઝેશન, ટોપુતાંગા તાપુહી કૈટીઆકી ઓ એઓટેરોઆ (એનઝેડએનઓ) અને તેના સભ્યોની આ કહાની આરોગ્યો મંત્રી લિટલના દાવાઓથી વિપરિત જોવા મળી રહ્યા છે.
બે દિવસમાં યુનિયનને 2700 પ્રતિસાદ મળ્યા
NZNO kaiwhakahaere Kerri Nukuએ જણાવ્યું હતું કે ઘણા આરોગ્ય વ્યાવસાયિકો કહે છે તેમ, સિસ્ટમ વાસ્તવમાં પતનની અણી પર છે તે જોવા માટે લોકોએ ફક્ત સમાચાર વાંચવા પડશે. “આ સરકારે આરોગ્ય ક્ષેત્રે ઘણા લોકોની આવક વધારવાની પ્રાથમિકતા બનાવી છે. ડિસેમ્બરમાં સિદ્ધાંતમાં એક કરાર થયો હતો તે પ્રમાણે મારી અપેક્ષા હતી કે અમે અત્યાર સુધીમાં હોસ્પિટલમાં-એમ્પ્લોય્ડ નર્સો સાથે પગારની ઇક્વિટી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી હશે ” જોકે હાલ તો સરકારની પ્રતિબદ્ધતા સિવાય બીજું કશું જ સામે આવી રહ્યું નથી.
આરોગ્ય મંત્રી લીટલે જણાવ્યું હતું કે “હું અપેક્ષા રાખું છું કે HNZ [Health New Zealand] સિસ્ટમના દબાણને દૂર કરવા માટેના તમામ સંભવિત માર્ગોની શોધ કરશે જેથી અમારી પાસે એવી આરોગ્ય પ્રણાલી છે જે દર્દીઓ અને સ્ટાફ ગમે ત્યાં રહેતા હોય તેમના માટે વધુ સારી રીતે કાર્ય કરે.” ગયા અઠવાડિયે, ન્યુઝીલેન્ડ વુમન ઇન મેડિસિન (NZWIM) ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા એક સર્વેક્ષણ કરવામાં આવ્યો હતો જેમાં 900થી વધુ ન્યુઝીલેન્ડ ડોકટરોના પ્રતિસાદોનો સમાવેશ થાય છે જ્યાં ચેતવણી આપી હતી કે આરોગ્યસંભાળ સેવાઓમાં “આપત્તિજનક પતન” થઇ શકે છે.