ગુજરાતી વિદ્યાર્થી દિવ્યા પટેલના પતિ અંકિત પટેલને થયું છે કેન્સર, માત્ર 24 કલાકમાં જ ભારતીય કોમ્યુનિટીએ 70 હજારથી વધુ ડોલરની કરી સહાય, 1100થી વધુ લોકોએ કરી મદદ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
સુખ અને દુઃખની ગાડી જીવનમાં ક્યારેય સમાન ચાલતી નથી હોતી. જીવનમાં સુખ અને દુઃખ રૂપી ઉતારચઢાવ હંમેશા આવતા રહેતા હોય છે. આવું જ કંઇ બ્રિસબેનમાં રહેતા અંકિત અને દિવ્યા સાથે થયું છે. જીવનના સપના સાકાર કરવાના હેતુ સાથે દિવ્યા અને અંકિત પટેલ ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં આવ્યા હતા. જ્યાં હવે બંને દંપત્તિ પર કેન્સર ના કાળનો ઓછાયો પડ્યો છે. અંકિતને કેન્સર હોવાનું ડિટેક્ટ થયું છે. જોકે દિવ્યાએ હિંમત હાર્યા વિના જ જીવનના આ સંઘર્ષનો સામનો કરવાનો નિર્ણય કર્યો છે અને અંકિતની સારવાર બ્રિસબેનમાં જ શરૂ કરી દીધી છે.

દિવ્યા પટેલ હાલમાં સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહે છે જ્યાં પતિ અંકિત પટેલની બ્રેઈન ટ્યુમરની સારવાર ચાલી રહી છે. દિવ્યા પટેલે મદદ માટે હવે ભારતીય કોમ્યુનિટી પાસે મદદનો હાથ લંબાવ્યો છે જેથી તેના પતિની સારવાર યોગ્ય દિશામાં કરી શકાય . દિવ્યા પટેલે ગો ફંડ પર

https://www.gofundme.com/f/h6n73-fund-raising-for-ankits-cancerous-brain-tumor?utm_source=customer&utm_medium=copy_link&utm_campaign=p_cf+share-flow-1: બ્રિસબેનમાં રહેતી વિદ્યાર્થિનીના પતિને થયું કેન્સર, સારવાર માટે કોમ્યુનિટીએ ઉદાર હાથે કરી મદદ

મદદ માગી છે અને 70 હજાર ડોલર એકત્રિત કરવાનો લક્ષ્ય રાખ્યો છે. દિવ્યાએ ગો ફંડમાં પોતાની નોંધમાં લખ્યું હતું કે છેલ્લા 3-4 અઠવાડિયાથી, મારા પતિ સ્વતંત્ર રીતે તેમની દિનચર્યાનું સંચાલન કરી શકતા નથી. તેથી, ચોક્કસ પરીક્ષણો, એટલે કે, સીટી સ્કેન, એમઆરઆઈ, બાયોપ્સી અને અન્ય સંબંધિત પરીક્ષણો કર્યા પછી, આખરે, તેમના સારવાર કરતા ડૉક્ટરે જાહેર કર્યું કે અંકિત ઉચ્ચ ગ્રેડ બ્રેઇન ટ્યુમરથી પીડિત છે. હાલમાં, તે બ્રિસ્બેનની ગ્રીનસ્લોપ્સ ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીમાં 23,500 ડોલર જેટલો ખર્ચ થઇ ચૂક્યો છે અને આગામી સમયમાં વધુ ખર્ચની શક્યતાને પગલે ફંડ એકત્રિત કર્યું છે. જોકે 24 કલાકમાં જ ભારતીય સમુદાયે 70 હજારથી વધુ ડોલરનું દાન દંપત્તિને પહોંચાડ્યું છે.

દિવ્યા પટેલે જણાવ્યું હતું કે પતિ અંકિતના શરીરની ડાબી બાજુએ ગાંઠ છે અને આગામી સમયમાં સારવાર માટે બહુવિધ સર્જરીઓ, કીમોથેરાપી અને રેડિયેશન થેરાપી જલદીથી જરૂરી છે. સારવારનો કુલ ખર્ચ આશરે $70,000 હશે. અમે પહેલેથી જ આશરે $23,500 ખર્ચ્યા છે.

ભારતીય સમુદાયે ઉદાર હાથે દાન કર્યું છે અને અંકિત પટેલ ઝડપથી સાજા થઇ જાય તે માટે પોતાની શક્તિ સ્વરૂપે દાન કર્યું છે.