બ્રિસેબેનમાં 2032નો ઓલિમ્પિક યોજાશે, ઓલિમ્પિક યોજનાર ત્રીજું ઓસ્ટ્રેલિયન શહેર

Brisbane Olympics 2032, Queensland Stadium Funding, Olympic Association, Australia News, બ્રિસબેન ઓલિમ્પિક,

બ્રિસબેનમાં યોજાનારા ઓલિમ્પિક માટે તડામાર તૈયારીઓ અને તે માટેના બજેટની ફાળવણી ફૂલ સ્વિંગમાં દોડી રહી છે. જોરદાર ફંડિંગ ઈન્જેક્શન બ્રિસબેન તેમજ રાજ્યની આસપાસના અન્ય સ્થળોમાં મોટા ફેરફારોને શક્તિ આપશે. અલ્બેનીઝે પ્રીમિયર અન્નાસ્તાસિયા પલાસઝુક સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે “હું જાણું છું, એક સિડનીસાઇડર તરીકે, રમતો જે તફાવત લાવી શકે છે, અને અહીં ક્વીન્સલેન્ડમાં, આ મહાન શહેરને વૈશ્વિક શહેર તરીકે, વૈશ્વિક પાવરહાઉસ તરીકે એકીકૃત કરશે.”

ફેડરલ સરકાર ફંડિંગ પેકેજમાં માત્ર $3.4 બિલિયનનું યોગદાન આપવા તૈયાર છે. ક્વીન્સલેન્ડ સરકાર ગાબાના પુનઃવિકાસ માટે $2.7 બિલિયનનું ભંડોળ આપશે જ્યારે ફેડરલ સરકાર બ્રિસબેન એરેનાના વિકાસ માટે $2.5 બિલિયન આપશે. બે સરકારો વચ્ચે 50-50 ના ધોરણે 16 નવા અથવા અપગ્રેડ કરેલા સ્થળોને લગભગ $1.87 બિલિયન સહ-ભંડોળ પ્રાપ્ત થશે.

ગાબા રિનોવેશન માટેનો ખર્ચ શા માટે વધ્યો તે અંગે પૂછવામાં આવતાં, પલાસઝુકે જણાવ્યું હતું કે કોમોડિટીઝ માટે વધેલા ખર્ચથી વિશ્વભરના આવા પ્રોજેક્ટ્સને અસર થઈ રહી છે. ઓલિમ્પિકની યજમાની માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો “80 ટકા” પહેલેથી જ છે. જોકે હવે તેને અપગ્રેડ કરવાનો સમય આવી ગયો છે અને ઓલિમ્પિક પહેલા મહદ અંશે તેને પૂર્ણ કરી લેવાશે. અન્ય અપગ્રેડ કરેલા સ્થળો કેઇર્ન્સ અને ટૂવુમ્બા સહિત સમગ્ર રાજ્યમાં હશે

સાથે જ ક્વિન્સલેન્ડના પ્રીમિયરે કહ્યું કે તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી પાસેથી વધુ ભંડોળ માંગશે નહીં. બ્રિસ્બેનએ 2032 સમર ઓલિમ્પિક્સ અને 2021માં પેરાલિમ્પિક્સ માટે બિડ જીતી હતી. 1956માં મેલબોર્ન અને 2000માં સિડની પછી આ ઈવેન્ટનું આયોજન કરનાર તે ત્રીજું ઓસ્ટ્રેલિયન શહેર હશે.