15મી જૂનથી ગુમ વિશયની પોલીસ હજુ સુધી ભાળ મેળવી શકી નથી, એપ્રિલ, મે બાદ જુનમાં પણ ગુજરાતી યુવક ગુમ થયો

નમસ્કાર ગુજરાત ન્યુઝ.
કેનેડામાં ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના ગુમ થવાનો સિલસિલો આ મહિને પણ યથાવત રહ્યો છે. આ વખતે પણ ગુજરાતી વિદ્યાર્થી ગુમ થતાં સમુદાયમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઇ છે અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ્સ પર પ્રાર્થના કરી રહ્યા છે કે તે સુરક્ષિત ઘરે પરત ફરે. ગુજરાતનો વિશય પટેલ 15મી જૂનથી પોતાના ઘરેથી બહાર નીકળ્યો હતો અને ઘરે પરત ફર્યો નથી. જેથી પરિવારે બ્રેન્ડન પોલીસમાં 16મી જૂને સવારે 10 કલાકે ફરિયાદ નોંધાવી છે.

પોલિસે જણાવ્યું હતું કે પરિવાર યુવકની સુરક્ષા માટે ચિંતિત છે બ્રાન્ડોન પોલીસ જનતાની મદદ માંગી રહી છે કારણ કે તેઓ 20 વર્ષીય યુવકને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે જે છેલ્લે શુક્રવારે જોવા મળ્યો હતો. પોલીસનું કહેવું છે કે વિશય પટેલના પરિવારજનોએ સવારે 10 વાગ્યાના થોડા સમય બાદ પોલીસને તેના ગુમ થયાની જાણ કરી હતી. તે છેલ્લે 2012ના ગ્રે હોન્ડા સિવિકમાં તેના ઘરેથી નીકળતા હોમ વીડિયો સર્વેલન્સ કેમેરામાં જોવા મળ્યો હતો.

બાદમાં શુક્રવારે સાંજે હોમ ડેપોના પાર્કિંગમાંથી વાહન મળી આવ્યું હતું. એક સાક્ષીએ પોલીસને જણાવ્યું કે તેઓએ સંભવતઃ વિશય પટેલને હોમ ડેપોથી ડિસ્કવરી સેન્ટર તરફ ચાલતા જોયો હતો. શનિવારે, બ્રેન્ડન પોલીસે જણાવ્યું હતું કે કેન્દ્રની નજીક શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે અને લોકોને આ વિસ્તાર ટાળવા કહ્યું છે. પરિવાર અને બ્રેન્ડન પોલીસ પટેલની સુરક્ષા માટે ચિંતિત છે. કોઈપણ વ્યક્તિને તેના સ્થાન વિશેની માહિતી હોય, અથવા જો તે સ્થિતની જાણકારી હોય, તો 204-729-2345 પર પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.

આ પહેલા ભાવનગરના Dysp નો પુત્ર આયુષ ડાખરા ગુમ થયો હતો અને થોડા દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. સીદસર ગામનો મૃતક આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી York યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. આ પહેલા ઉલ્લેખનીય છે કે, ગત એપ્રિલ મહિનામાં પણ આ જ યોર્ક યુનિવર્સિટીમાં ભણતા ગુજરાત યુવકનો મૃતદેહ મળ્યો હતો. કેનેડામાં અભ્યાસ અર્થે ગયેલો મૂળ અમદાવાદનો ગુજરાતી યુવક હર્ષ પટેલ ગુમ થયો ગયો હતો. આ બાદ ગુમ થયો હોવાની ટોરેન્ટો પોલીસને ફરિયાદ કરતા તપાસ દરમિયાન હર્ષ પટેલનો મૃતદેહ 19 એપ્રિલના રોજ મળી આવ્યો હતો. મૂળ અમદાવાદનો 26 વર્ષીય હર્ષ પટેલ છેલ્લા બે દિવસથી ગુમ થયો હતો અને લાંબી શોધખોળ બાદ ટોરેન્ટોમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.