માલદીવના મંત્રીઓ દ્વારા ભારતના વડા પ્રધાન મોદી અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ બાદ ભારતીયોમાં નારાજગી ફેલાઈ છે અને ભારે વિવાદ વચ્ચે સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવી રહયા છે.
સાથેજ માલદીવ પ્રવાસના બુકિંગ કેન્સલ કરાવી રહયા છે.

મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં માલદીવ જવા માટે નોંધાયેલી લગભગ 10,500 હોટેલ બુકિંગ અને 5,520 પ્લેનની ટિકિટો લોકો ધડાધડ કેન્સલ કરાવી ચુક્યા છે પરિણામે માલદીવના પ્રવાસન ઉદ્યોગ માટે આ મોટો ફટકો છે.
ગયા વર્ષે પણ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ‘ઈન્ડિયા આઉટ’ નામનું અભિયાન શરૂ કર્યું હતું, જેનો હેતુ માલદીવમાં ભારતીય સૈન્યની હાજરી સામે વિરોધ કર્યો હતો જો કે, આ અભિયાન બાદ હવે ફરી ભારતના વડાપ્રધાન મોદી અને ભારત વિરોધી ટિપ્પણીને લઈ ભારતીયોમાં ગુસ્સો જોવા મળી રહયો છે અને હવે સોશિયલ મીડિયામાંBoycottMaldives ટ્રેન્ડ શરૂ થયો છે અને હવે લક્ષદ્વીપ પર્યટન માટે જવા અપીલ થઈ રહી છે અને માલદીવ ટ્રીપ લોકો કેન્સલ કરાવી રહયા છે.

સાથેજ સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની સુંદર તસવીરો પોસ્ટ થઈ રહી છે.

માલદીવના ડેપ્યુટી મિનિસ્ટર્સની મોદી વિરુદ્ધ ટીપ્પણીથી સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ ખેલાડીઓ અને કલાકારો પણ નારાજ થયા છે અને તેઓએ તેમના માલદીવ જવાના બુકિંગ પણ રદ કરી વિરોધ નોંધાવી રહયા છે

.