બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બંને દેશો વચ્ચે હવે ચાર ટેસ્ટના બદલે પાંચ ટેસ્ટની સીરીઝ રમાશે
ભારત સામેની સીરીઝને લઇ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એક મોટી જાહેરાત કરી છે. આ વર્ષે ભારત ઓસ્ટ્રેલિયામાં બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવા માટે જવાનું છે તે પહેલા ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બંને દેશો વચ્ચેની સિરીઝ માટે એક મોટો નિર્ણય લીધો છે.
જ્યારે પણ ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતીય ટીમ સામે રમવા ઉતરે છે ત્યારે ઉત્તેજના ચરમસીમાએ હોય છે. હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ચારને બદલે પાંચ ટેસ્ટ મેચ રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે આની જાહેરાત કરી હતી. 1991-92 પછી આ પ્રથમ વખત હશે જ્યારે આ બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે રમાતી આ શ્રેણી ઓસ્ટ્રેલિયાના 2024-25ના શેડ્યૂલની ખાસિયત હશે. આગામી દિવસોમાં તેનો કાર્યક્રમ બહાર પાડવામાં આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ‘X’ પર પોસ્ટ કર્યું, “1991-92 પછી પ્રથમ વખત, આ ઉનાળામાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટેની આ શ્રેણી 2024-25ના ઘરેલુ શિડ્યુલનું મુખ્ય આકર્ષણ હશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સેક્રેટરી જય શાહે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના એક રીલીઝમાં જણાવ્યું હતું કે, “BCCI ટેસ્ટ ક્રિકેટના સમૃદ્ધ વારસાને જાળવવા તેના સમર્પણમાં અડગ રહે છે. આ એક ફોર્મેટ છે જેને આપણે સૌથી વધુ માન આપીએ છીએ. “બોર્ડર ગાવસ્કર ટ્રોફીને પાંચ ટેસ્ટ મેચો સુધી લંબાવવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેનો અમારો સહયોગ ટેસ્ટ ક્રિકેટના મહત્વને પ્રોત્સાહન આપવા માટે અમારી સામૂહિક પ્રતિબદ્ધતાને દર્શાવે છે.”
આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ પર્થમાં રમાઈ શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ માઈક બેયર્ડે કહ્યું, “અમારા બંને દેશો વચ્ચેની તીવ્ર હરીફાઈને જોતા, અમે ખૂબ જ ખુશ છીએ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફી હવે પાંચ ટેસ્ટ મેચો સુધી ઘટાડવામાં આવી છે.”
ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી પર કબજો કર્યો
છેલ્લી ચાર બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતીય ટીમનો દબદબો જોવા મળ્યો છે. 2016થી ઓસ્ટ્રેલિયાની ટીમ તેને જીતવામાં નિષ્ફળ રહી છે. ભારતમાં 2016-17ની સિરીઝ જીત્યા બાદ ભારત આ સિરીઝ હારી નથી. ટીમ ઈન્ડિયા તેને 2018માં અને ફરીથી 2020માં જીતી હતી. 2022માં ભારતમાં રમતી વખતે પણ ટીમ ઈન્ડિયાએ 2-1થી જીત મેળવી હતી.