પાકિસ્તાનમાં આજે સોમવારે થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં પાંચ પોલીસકર્મીઓના મોત થયા છે. વિસ્ફોટમાં 20થી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહયા છે.
આ હુમલો પોલીસ પ્રોટેક્શન ટીમને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો.
વિગતો મુજબ બાજૌર જિલ્લામાં પોલિયો વિરોધી અભિયાનમાં ફરજ બજાવવા પોલીસ ટીમ જઈ રહી હતી તે પોલીસ ટ્રકને નિશાન બનાવી IED બ્લાસ્ટ થતાં પાંચ પોલીસકર્મીઓના મોત થયા હતા.
ઘાયલોને બાજૌર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઇજાગ્રસ્તોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

આજે સોમવારે બાજૌર જિલ્લાના મામુંદ તાલુકામાં પોલીસ વાહનને નિશાન બનાવીને થયેલા બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ પોલીસ અધિકારીઓના મોત થયા હતા અને 22 ઘાયલ થયા હતા. આ પોલીસ ટીમ પોલિયો રસીકરણ માટે બંદોબસ્તમાં જઈ રહી હતી, આ ઘટનામાં વધુ લોકોના મોતની આશંકા છે. ઘાયલોને ખાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે પીડિતોની સારવાર માટે હોસ્પિટલ દ્વારા રક્તદાનની માંગ કરવામાં આવી હતી.