શૂટિંગ માટે પરવાનગી મેળવવી એટલી સરળ ન હતી છતાં આખરે મંજૂરી સાથે જ ગીતનું શૂટિંગ પૂર્ણ કરાયું
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR એ ભારત ઉપરાંત વિદેશમાં પણ અજાયબીઓ કરી છે. RRRના ગીત નટુ-નટુએ શ્રેષ્ઠ મૂળ ગીતની શ્રેણીમાં ઓસ્કાર એવોર્ડ જીત્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 1000 કરોડની કમાણી કરી હતી. ફિલ્મના ગીત નાટુ-નાટુ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો છે જે તમે નહીં જાણતા હોવ. તો ચાલો આજે નાટુ-નાટુ ગીતના શૂટિંગ સાથે જોડાયેલી રસપ્રદ વાતો પર એક નજર કરીએ….
યુક્રેનના પ્રેસિડેન્ટ હાઉસમાં ગીતનું શૂટિંગ
આરઆરઆરના ગીત નાટુ-નાટુનું શૂટિંગ સ્થળ યુક્રેનમાં રાષ્ટ્રપતિનું ઘર હતું. જણાવી દઈએ કે આ ગીત યુક્રેનના રાષ્ટ્રપતિના ગૃહની બહાર શૂટ કરવામાં આવ્યું હતું.
આવી રીતે શૂટ કરવાની પરવાનગી મળી
યુક્રેનમાં રાષ્ટ્રપતિ પાસેથી શૂટિંગ માટે પરવાનગી મેળવવી એટલી સરળ ન હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી પોતે અભિનેતા રહ્યા હોવા છતાં તેઓ તેની ગંભીરતા જાણે છે. તેથી તેમણે ફિલ્મના નિર્માતાઓને ગીત શૂટ કરવાની પરવાનગી આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે યુક્રેનના રાષ્ટ્રપતિ મહેલની સામે એક સંસદ છે અને તેની નજીક જ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. એસએસ રાજામૌલીએ ફિલ્મના શૂટિંગ વિશે વાત કરતા કહ્યું, ‘અમે યુક્રેનમાં નાટુ નાટુ ગીતનું શૂટિંગ કર્યું હતું. આ એક વાસ્તવિક સ્થળ છે. ખરેખર, આ યુક્રેનના રાષ્ટ્રપતિનો મહેલ છે. મહેલની બાજુમાં જ સંસદ છે. સદભાગ્યે, તેઓએ અમને શૂટ કરવાની મંજૂરી આપી કારણ કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ ટેલિવિઝન અભિનેતા હતા. મજાની વાત એ છે કે રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ એક ટીવી સિરિયલમાં રાષ્ટ્રપતિ તરીકે કામ કરતા હતા.
RRR એ 15 આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા
ફિલ્મ ‘RRR’ રીલિઝ થયા બાદ અનેક અજાયબીઓ ચાલી રહી છે. ઓસ્કાર જીત્યા પહેલા પણ આ ફિલ્મ 15 એવોર્ડ જીતી ચુકી છે. આ ફિલ્મે ભારતની સાથે સાથે દુનિયામાં પોતાનું કવરેજ પ્લે કર્યું છે.