મધ્યપ્રદેશના હરદામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગતા આ ઘટનામાં અંદાજે 50 લોકોના મોતની આશંકા વ્યક્ત થઈ રહી છે.
મધ્યપ્રદેશના હરદામાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હતો.
આ ઘટનામાં 100 થી વધુ લોકો ઘાયલ છે.
ફેક્ટરીની આસપાસના રસ્તા પર કેટલાક મૃતદેહો પણ પડેલા જોવા મળ્યા હતા.
આ કરુણ દુર્ઘટના બની તે ફટાકડાની ફેક્ટરીમાં 500 થી વધુ લોકો કામ કરતા હોવાની વાત કહેવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી મોહન યાદવે આ દુઃખદ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.
નર્મદાપુરમથી 6 ફાયર બ્રિગેડ અને 4 એમ્બ્યુલન્સ ડોક્ટરો અને સ્ટાફ સાથે સ્થળ ઉપર દોડી ગયા છે.
ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ જોરદાર વિસ્ફોટોથી લગભગ 20 કિલોમીટર સુધી અવાજ સંભળાયો હતો અને લોકોએ વિસ્ફોટનો ભયાનક અનુભવ કર્યો હતો અને મકાનોની દીવાલો ધ્રુજી ઉઠી હતી.
આ ઘટના પછી, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે ઉચ્ચ અધિકારીઓ પાસેથી માહિતી લીધા બાદ મુખ્યમંત્રીએ મહત્વની બેઠક બોલાવી છે.
આ ઘટનાને લઈ ભારે હોબાળો મચી ગયો છે.