પીએમ ઇમરાન ખાને ન્યૂઝીલેન્ડ પીએમ જેસિંડા આર્ડનને પ્રવાસ રદ્દ ન કરવા કર્યો હતો ફોન

રાવલપિંડી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહેલીન્યુઝીલેન્ડક્રિકેટટીમ.
આજે રાવલપિંડીમાં રમાનારી પ્રથમ વન-ડે મેચ પહેલા જ પ્રવાસ રદ્દ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે સુરક્ષા કારણોસર પાકિસ્તાનનો પ્રવાસ રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ બ્લેકકેપ્સ પાકિસ્તાનના પ્રવાસે છે અને મોડી સાંજે રાવલપિંડીમાં પ્રથમ વનડે મેચ પણ રમાનારી હતી, જોકે ન્યૂઝીલેન્ડ સરકારે સુરક્ષા કારણોસર ક્રિકેટ બોર્ડને પ્રવાસ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો જેને માન્ય રાખવામાં આવતા પ્રવાસ હવે રદ્દ થયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા આર્ડનને ફોન કર્યો હતો અને ખાતરી આપી હતી કે બ્લેકકેપ્સને ફૂલ પ્રૂફ સિક્યોરિટી આપવામાં આવી રહી છે. જોકે સરકારે પ્રવાસને રદ્દ કરવાનું જ મુનાસિબ રાખ્યું હતું.
NZ ટીમ સાથેના સુરક્ષા અધિકારીઓ પાકિસ્તાન સરકાર દ્વારા અહીં તેમના રોકાણ દરમિયાન કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાથી સંતુષ્ટ હતા. તેમ છતાં પ્રવાસને રદ્દ કરવામાં આવતા PCB સ્તબ્ધ રહી ગયું હતું. પીસીબી ઇચ્છતું હતું કે નિર્ધારિત મેચો ચાલુ રાખવામાં આવે અને હજુ પણ તેમની સુરક્ષામાં વધારો કરવામાં આવશે. જોકે, પાકિસ્તાન અને વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ પ્રવાસ રદ્દ થતા નિરાશ થયા છે.