ગુજરાતની અમરેલી મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના મહિલા કાઉન્સિલર આસ્થા ઝાલાવડિયા અભ્યાસ માટે ઓસ્ટ્રેલિયા જતાં જિલ્લા કલેક્ટરે તેઓનું સભ્યપદ રદ કરતો હુકમ કર્યો છે.

આસ્થા ઝાલાવડિયાના પતિ ગોપાલ ઝાલાવડિયા મિકેનિકલ એન્જિનિયર છે અને તેઓ ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહે છે અને તેઓના પત્ની આસ્થા ઉચ્ચ શિક્ષણ માટે ગયા વર્ષે જુલાઈમાં ઓસ્ટ્રેલિયા ગયા હતા, જેના કારણે તે ઘણી મીટિંગમાં હાજર રહી શકતા ન હોઈ હવે કલેકટરે તેનું સભ્યપદ રદ કર્યું છે.

મળતી માહિતી મુજબ, અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 5ના કાઉન્સિલર ઝાલાવડિયાને અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આ સપ્તાહની શરૂઆતમાં ગેરલાયક ઠેરવ્યા હતા ચીફ ઓફિસર હિતેશ પટેલે આસ્થાની ગેરહાજરી અંગે રિપોર્ટ મોકલી આપ્યો હતો.

આસ્થા સતત ત્રણ વખત જનરલ બોર્ડની બેઠકોમાં ગેરહાજર રહી શક્યા ન હતા પરિણામે નિયમ મુજબ બેઠકોમાં આસ્થા ઝાલાવાડિયાની ગેરહાજરી અંગે ચીફ ઓફિસરે જિલ્લા કલેક્ટરને રિપોર્ટ મોકલી આપ્યો હતો ત્યારબાદ કલેકટરે આસ્થા ઝાલાવડિયાને પાલિકાના કાઉન્સિલર તરીકે ગેરલાયક ઠેરવતો હુકમ કર્યો હતો.

મહત્વનું છે કે હજુ થોડા દિવસ પહેલા જ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર નગરપાલિકાના બે ભાજપના કાઉન્સિલરોને પણ જિલ્લા કલેક્ટર દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
આ નિર્ણય ગયા અઠવાડિયે 20 મેના રોજ લેવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ, ભાજપ શાસિત દામનગર પાલિકાના વોર્ડ નંબર 2 અને નંબર 3માંથી ભાજપના કાઉન્સિલરો ખીમા કસોટીયા અને મેઘના બોઘાને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા કારણ કે તેઓ ત્રીજી વખત માતા-પિતા બન્યા હતા.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માત્ર બે જ બાળકો હોવાનો નિયમ છે જેનો ભંગ જણાતા તેઓ બન્નેને ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
આમ,આ ઘટના બાદ હવે ભાજપના વધુ એક મહિલા કાઉન્સિલરે સદસ્યતા ગુમાવતા સ્થાનિક રાજકારણ ગરમાયું હતું.