ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ સી આર પાટીલે લોકસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો 5 લાખ મતની લીડથી જીતવાની વાત કરી છે અને ઓપરેશન લોટ્સ શરૂ કરી વિપક્ષના લોકોને ભાજપમાં જોડાવાનો ફરી સીલસીલો શરૂ કરતા વધુ બે કોંગી આગેવાનો ભાજપમાં જોડાવાના હોવાની વાત રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે.

હવે જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાઈ જશે તેમ મનાય રહ્યુ છે.

ગુજરાતમાં દરેક લોકસભા બેઠકમાં અંદાજિત 8.5 લાખથી 9 લાખ જેટલા મત છે,તેમાં 5 લાખની લીડ મેળવવી એટલે ત્રણ ભાગના મત ભાજપને મળે તે માટે 5 લાખની લીડનો સંકલ્પ પૂર્ણ કરવા ભાજપ દ્વારા ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે શરૂ કરેલા ‘ઓપરેશન લોટસ’ અંતર્ગત ભાજપે સૌરાષ્ટ્ર પર ફોક્સ કર્યું છે.

જામનગર જિલ્લાના જામજોધપુર વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા કોંગ્રેસને રામ રામ કરી ભાજપમાં જોડાઇ શકે છે. લોકસભા ચૂંટણીમાં 5 લાખની લીડ મેળવવા વિપક્ષના મજબૂત નેતાને તોડી ભાજપમાં સમાવેશ કરવામાં આવી રહ્યો હોવાનું સુત્રોનું કહેવું છે.

ગુજરાતમાં કોંગ્રેસના 2 પૂર્વ ધારાસભ્યો  ભાજપમાં જોડાવાના હોવાની વાત છે જેમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ઉપરાંત ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ઘરવાપસી કરશે.
2017માં ચિરાગ કાલરીયા જામજોધપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતા હવે તેઓ ફરી ભાજપમાં આવશે.
આમ,બે નેતાઓ ફરી ભાજપમાં જોડાશે.