જુલાનામાં વિનેશ ફોગટની જીત, પૂર્વ ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચોટાલા છઠ્ઠા નંબર પર આવ્યા, નાયબ સિંહ સૈની પર ભાજપનો દાવ સફળ સાબિત થયો
હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલુ છે. ટ્રેન્ડ મુજબ હરિયાણામાં ભાજપે બહુમતનો આંકડો પાર કરી લીધો છે. આ રીતે ભાજપ હરિયાણામાં જીતની હેટ્રિક ફટકારવા માટે તૈયાર છે.
હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું, ‘કોંગ્રેસને બહુમતી મળી રહી છે. અમે ઘણી બેઠકો જીતી છે પરંતુ તે અપડેટ કરવામાં આવી નથી. અમે ઘણી સીટો પર આગળ છીએ પરંતુ તેને અપડેટ કરવામાં આવી રહ્યું નથી. ઘણી જગ્યાએ મત ગણતરી રોકી દેવામાં આવી છે. હું મારા સાથીઓને મક્કમ રહેવા વિનંતી કરું છું, અમને બહુમતી મળી રહી છે.
જુલાના મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગટની જીત પર, ભૂતપૂર્વ WFI પ્રમુખ અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહે કહ્યું, ‘જો તે (વિનેશ ફોગટ) અમારું નામ લઈને જીતે છે, તો તેનો અર્થ એ છે કે અમે મહાન લોકો છીએ. કમ સે કમ મારા નામમાં એટલી તાકાત છે કે મારું નામ લઈને તેમની નાવ પાર થઈ ગઈ પણ કોંગ્રેસ ડૂબી ગઈ. રાહુલ બાબાનું શું થશે?
ઇલેક્શન કમિશનની વેબસાઇટ પર જુઓ પરિણામ
https://results.eci.gov.in/AcResultGenOct2024/index.htm
હરિયાણાના લોકો ખેડૂતોના આંદોલન અને કુસ્તીબાજોના આંદોલનના નામે ભ્રમિત ન થયા
WFIના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી નેતા બ્રિજભૂષણ શરણ સિંહે હરિયાણા ચૂંટણીના પરિણામો પર કહ્યું, ‘હરિયાણાના લોકોને અભિનંદન. ખેડૂતોના આંદોલન અને કુસ્તીબાજોના આંદોલનના નામે હરિયાણાના લોકોને ગેરમાર્ગે દોરવાના ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા. આ પછી પણ હરિયાણાના લોકોએ ભાજપની સરકાર બનાવી છે. દરેક વ્યક્તિ અભિનંદનને પાત્ર છે.
વિનેશ ફોગાટે જીત બાદ કહ્યું- રાજકારણમાં આવ્યા બાદ હવે હું અહીં જ રહીશ
હરિયાણાના જુલાના મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર વિનેશ ફોગાટે પોતાની જીત પર કહ્યું, ‘આ દરેક છોકરી અને મહિલાની લડાઈ છે જે હંમેશા સંઘર્ષનો રસ્તો પસંદ કરે છે. આ દેશે મને જે પ્રેમ આપ્યો છે તે હું હંમેશા જાળવી રાખીશ. હવે રાહ જુઓ કારણ કે તમામ સીટો પર પરિણામ હજુ સ્પષ્ટ નથી. હજુ કંઈ સ્પષ્ટ નથી પરંતુ જ્યારે સર્ટિફિકેટ હાથમાં આવશે ત્યારે કોંગ્રેસ પાર્ટીની સરકાર બનશે. રાજકારણમાં આવ્યા બાદ હવે હું અહીં જ રહીશ.