લોકસભા ચૂંટણી માટે ભાજપે રવિવારે ઉમેદવારોની પાંચમી યાદી જાહેર કરી હતી આ યાદીમાં સૌથી મોટું નામ જે ઉમેદવાર તરીકે ઉભરી આવ્યું છે તે ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતનું છે.
પાર્ટીએ તેમને હિમાચલ પ્રદેશની મંડીથી લોકસભા ચૂંટણી માટે મેદાનમાં ઉતાર્યા છે.આ સિવાય ટીવીના સુપરહિટ રામાયણ સિરીયલમાં શ્રીરામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલને પણ મેદાનમાં ઉતર્યા છે,પાર્ટીએ અરુણ ગોવિલને મેરઠ લોકસભા સીટ પર ઉમેદવાર જાહેર કર્યા છે.
કંગના 2024ની લોકસભા ચૂંટણી હિમાચલ પ્રદેશની મંડીથી ચૂંટણી લડશે ટિકિટ મળતા જ કંગના રનૌતે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
કંગનાએ x પર કહ્યું કે આજે ભાજપે 2024ની ચૂંટણી માટે લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે,જેમાં હિમાચલ પ્રદેશમાં મારા જન્મસ્થળ મંડીથી ચૂંટણી લડવા માટે મને પસંદ કરવામાં આવી છે. હું લોકસભાની ચૂંટણીમાં હાઈકમાન્ડના આ નિર્ણયનું પાલન કરીશ. હું પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈને ગૌરવ અનુભવું છું. હું મૂલ્યવાન કાર્યકર અને વિશ્વાસપાત્ર જાહેર સેવક બનવા આતુર છું.
કંગના રનૌત 2024ની લોકસભા ચૂંટણી લડવા અંગે લાંબા સમયથી ચર્ચા હતી અને ગત તા.23 માર્ચે તેણે એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે હિમાચલના વિશ્વ પ્રસિદ્ધ બગલામુખી જી મંદિરની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી અને મીડિયા સાથે વાત કરતા તેણે કહ્યું હતું કે જો માતા તેને આશીર્વાદ આપશે તો તે ચોક્કસપણે મંડીથી ચૂંટણી લડશે.
હવે તેમને દેવીનો આશીર્વાદ મળ્યો છે અને તેઓ ચૂંટણીમાં ઉભા રહેવા માટે તૈયાર છે.