સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે હજારોની સંખ્યામાં ભારતીય સમુદાયે ભગવાન સ્વામિનારાયણની આરતી ઉતારી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
સિડની ઓપેરા હાઉસ ઓસ્ટ્રેલિયામાં એક પ્રતિષ્ઠિત મલ્ટી વેન્યુ પર્ફોર્મિંગ આર્ટ સેન્ટર છે. જ્યાં બીએપીએસ સંસ્થાના પરમ પૂજનીય પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. શનિવારે સેંકડો હિંદુ ભક્તોનો અનોખો મેળાવડો જોવા મળ્યો, જેમાં મહિલાઓ, બાળકો અને તમામ વય જૂથોના પુરુષોનો સમાવેશ થાય છે, જેમણે ભગવાન શ્રી સ્વામિનારાયણની પવિત્ર આરતી કરી હતી.
આ દરમિયાન સિડની ઓપેરા હાઉસ ખાતેનો માહોલ સ્વામિનારાયણ ભગવાનની ભક્તિ, આધ્યાત્મિક ઉત્સાહ વર્ધક તથા પ્રગટતા દીવાઓના પ્રકાશમય સમાન બની રહ્યો હતો. બોચાસણવાસી અક્ષરપૂરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં ભારતીય સમૂદાયે ભાગ લીધો હતો.