100 કરોડ ક્લબમાં 9 દિવસમાં સામેલ થઇ ભૂલભુલૈયા 2

ભૂલ ભુલૈયા 2 ની નોન સ્ટોપ કમાણી બોક્સ ઓફિસ પર ચાલુ છે. કાર્તિક આર્યનની ફિલ્મે અપેક્ષા કરતા વધુ કમાણી કરી છે. શરૂઆતના દિવસે જબરદસ્ત કલેક્શન કર્યા બાદ ફિલ્મે બીજા શુક્રવારે પણ રેકોર્ડ કમાણી કરી લીધી છે.

બીજા સપ્તાહે પણ ફિલ્મને ધમાકેદાર ઓપનિંગ મળ્યું
કાર્તિક આર્યન સ્ટારર ફિલ્મ પ્રથમ સપ્તાહમાં કુલ રૂ. 92.05 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. પહેલા અઠવાડિયે જ ધમાકેદાર કમાણી કર્યા બાદ ફિલ્મ બીજા અઠવાડિયે પણ સારું કલેક્શન કરવામાં સફળ રહી છે. ભૂલ ભુલૈયા 2નું આ શુક્રવારે કલેક્શન 6.52 કરોડ રૂપિયા હતું. આ રીતે ફિલ્મે અત્યાર સુધીમાં 98.57 કરોડની કમાણી કરી લીધી છે.

100 કરોડના ક્લબમાં સામેલ થયા
98.57ના આંકડાને સ્પર્શ્યા બાદ ફિલ્મે શનિવારે 100 કરોડનો આંક વટાવ્યો હતો. હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભુલૈયા 2ને ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મના તમામ શો હાઉસફુલ જઈ રહ્યા છે. ભૂલ ભુલૈયા 2 એ કર્યું જે લોકોએ કલ્પના પણ નહિ કરી હોય. ભૂલ ભૂલૈયા 2 એ 2007ની ભૂલ ભૂલૈયાની સિક્વલ છે, જેમાં અક્ષય કુમાર મુખ્ય ભૂમિકામાં હતા.

એવું ભાગ્યે જ જોવા મળે છે કે જ્યારે લોકોએ ફિલ્મની સિક્વલને આટલો પ્રેમ આપ્યો હોય. કાર્તિક આર્યન, તબ્બુ, કિયારા અડવાણી અને રાજપાલ યાદવ અભિનીત આ ફિલ્મે સાબિત કર્યું કે જો વાર્તા અને અભિનય જોરદાર હશે તો લોકો ઈચ્છા ન હોવા છતાં પણ ફિલ્મ જોવા આવશે. આ ફિલ્મથી કાર્તિકે એ પણ જણાવ્યું કે તે બોલિવૂડનો સેલ્ફ મેડ સ્ટાર છે, જે ક્યાંય અટકવાનો નથી.