ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DOT) એ ભારતમાં રહેતા નાગરિકોને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવતા ફેક કોલથી સાવધ રહેવાની સલાહ આપી છે.

આ કોલ્સ ભારતના સ્ટોક એક્સચેન્જ અને ટ્રેડિંગમાં વિક્ષેપ પેદા કરવાનો દાવો કરે છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક પ્રેસ રિલીઝ જારી કરીને કહ્યું છે કે આવા ફેક કોલ રાષ્ટ્ર વિરોધી તત્વો દ્વારા કરવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ગભરાટ ફેલાવવાનો છે.
દેશના તમામ નાગરિકોને સલાહ આપવાની સાથે, ભારત સરકારના દૂરસંચાર વિભાગે દેશના તમામ ટેલિકોમ સેવા પ્રદાતાઓને આવા નંબરો પરથી આવતા નકલી કૉલ્સને બ્લોક કરવાનો નિર્દેશ પણ આપ્યો છે. આ ઉપરાંત, દૂરસંચાર વિભાગે દેશના તમામ ટેલિકોમ વપરાશકર્તાઓને સલાહ આપી છે કે જો તેઓને આંતરરાષ્ટ્રીય નંબરો પરથી આવા કોઈ કોલ આવે છે, તો તેઓ DoT ને [email protected] અથવા તેમના ટેલિકોમ સર્વિસ ઓપરેટરને જાણ કરી શકે છે.