રિદ્ધિમાન સાહાને પત્રકાર તરફથી મળેલી ધમકી પર BCCI એક્શનમાં આવ્યું છે. બીસીસીઆઈના ખજાનચી અરુણ ધૂમલે કહ્યું છે કે બોર્ડ આ સમગ્ર ઘટનાની માહિતી રિદ્ધિમાન સાહા પાસે લેશે. આ સાથે એક મીડિયા રિપોર્ટમાં એ વાત પણ સામે આવી છે કે જો સાહા લેખિત ફરિયાદ કરે છે તો BCCI સંબંધિત પત્રકાર વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.
ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ સાહાનું સમર્થન કર્યું હતું અને તપાસની માગ કરી હતી. શાસ્ત્રીએ સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ ચોંકાવનારું છે કે એક ખેલાડીને પત્રકાર ધમકી આપી રહ્યો છે. તેણે તેના પદનો દુરુપયોગ કર્યો છે. ટીમ ઈન્ડિયા સાથે આવું સતત થઈ રહ્યું છે. તેમણે કહ્યું હતું કે BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીને આ મામલે તાત્કાલિક દરમિયાનગીરી કરવી જોઈએ.