કિડનીની બીમારીને પગલે વિજય યાદવ હાલ નાદુરસ્ત
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે ભારતીય ટીમના પૂર્વ વિકેટકીપર અને કીડનીની બિમારીથી પીડાઇ રહેલા વિજય યાદવ સાથે વાતચીત કરી છે. વિજય યાદવ છેલ્લા કેટલાક સમયથી કિડનીની બિમારીને પગલે પિડાઇ રહ્યા હતા અને આખરે હવે બીસીસીઆઇએ તેમને આર્થિક મદદ કરવાનું નક્કી કર્યું છે. અહેવાલો છે કે ભૂતપૂર્વ ક્રિકેટર બચાવમાં આવ્યો છે. હરિયાણા ક્રિકેટ એસોસિએશને પણ ભૂતપૂર્વ ખેલાડીને મદદ કરી છે અને કેટલાક પત્રકારોએ સૂચવ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ હસ્તક્ષેપ કરી શકે છે.
55 વર્ષીય એક સ્ફોટક વિકેટકીપર અને નીચલા ક્રમના બેટ્સમેન તરીકે જાણીતા હતા, જેઓ ફાસ્ટ બેટિંગ કરવાની સાથે ક્વિક સિંગલ્સ લેવાનું પસંદ કરતા હતા. માર્ચ 1993માં દિલ્હીમાં ઝિમ્બાબ્વે સામે તેની એકમાત્ર ટેસ્ટ મેચ હતી. યાદવને ઝિમ્બાબ્વેની પ્રથમ ઇનિંગ્સમાં બે સ્ટમ્પિંગ કર્યા હતા. યાદવે ટીમ ઇન્ડિયા તરફથી 19 ODI રમી હતી. ડિસેમ્બર 1992માં બ્લૂમફોન્ટેન ખાતે દક્ષિણ આફ્રિકા સામે તેમના ODI કરિયરની શરૂઆત થઇ હતી જ્યારે નવેમ્બર 1994માં કોલકાતામાં વેસ્ટ ઈન્ડિઝ સામે અંતિમ વન-ડે રમી હતી. તેણે 1987 અને 1999 વચ્ચે 89 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 201ના સર્વોચ્ચ સ્કોર સાથે 3,988 રન બનાવ્યા. તેમણે 237 કેચ લીધા અને 46 સ્ટમ્પિંગ કર્યા છે.