ટી 20 વિશ્વ કપમાં ઇંગ્લેન્ડ સામેની ખરાબ હાર બાદ BCCI એ લીધા કડક પગલા

ચેતન શર્મા, બીસીસીઆઈ, પસંદગી સમિતી, BCCI, Selectors, Chetan Sharma,

ઓસ્ટ્રેલિયામાં રમાયેલા T20 વર્લ્ડ કપ 2022માં ભારતના ખરાબ પ્રદર્શન બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી કાર્યવાહી કરતા શુક્રવારે મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા સહિત સમગ્ર ટીમને હટાવવાનો નિર્ણય લીધો છે. T20 વર્લ્ડ કપમાં રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમને ટાઈટલ જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બીસીસીઆઇએ હવે નવા ચેરમેન અને પસંદગી સમિતિ સભ્ય માટે અરજીઓ મંગાવી છે.

પસંદગી સમિતિમાં ચાર સભ્યો હતા અને તેના વડા એટલે કે મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા હતા. ચેતનના જમાનામાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન ઘણું ખરાબ રહ્યું હતું. ટીમ ઈન્ડિયા 2021 T20 વર્લ્ડ કપમાં પણ નોક આઉટ સ્ટેજ સુધી પહોંચી શકી નહતી. આ સિવાય તેને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

અરજી માટેના માપદંડો વિશે માહિતી આપતાં, BCCIએ કહ્યું કે રાષ્ટ્રીય પસંદગીકાર (વરિષ્ઠ પુરુષો) માટે 5 જગ્યાઓ ખાલી છે. અરજી કરનાર વ્યક્તિએ ઓછામાં ઓછી 7 ટેસ્ટ મેચ અથવા 30 ફર્સ્ટ ક્લાસ મેચ અથવા 10 ODI અને 20 ફર્સ્ટ ક્લાસ મેચ રમી હોવી જોઈએ. ઉપરાંત, તેણે ઓછામાં ઓછા 5 વર્ષ પહેલા રમતમાંથી નિવૃત્તિ લીધી હોવી જોઈએ.આ જ મહિને ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતને ઈંગ્લેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમના સેમિફાઇનલમાંથી બહાર થયા બાદ ઘણા ખેલાડીઓ ફોર્મમાં ન હોવા છતાં ટીમમાં તેમની પસંદગી પર સવાલો ઉભા થયા હતા. આ ઉપરાંત પસંદગી સમિતિને બરતરફ કરવાની પણ માંગ કરવામાં આવી હતી.