ફાઇનલમાં ડેનિયલ કોલિન્સ સામે 6-3, 7-6 (2) થી જીત મેળવી

એશ બાર્ટીએ બીજા સેટમાં 5-1થી નીચેથી રિકવર કરીને શનિવારે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં ડેનિયલ કોલિન્સ સામે 6-3, 7-6 (2) થી જીત મેળવી, આ સાથે જ ઘરેલુ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટમાં 44 વર્ષના દુષ્કાળ બાદ ઓસ્ટ્રેલિયન મહિલા ચેમ્પિયન બની છે.

ટોચની ક્રમાંકિત બાર્ટીએ 27મી ક્રમાંકિત કોલિન્સ સામે એક સર્વિસ બ્રેક સાથે પ્રથમ સેટ જીત્યો હતો. પરંતુ 28 વર્ષીય અમેરિકન ખેલાડીએ ઝડપથી વળતો પ્રહાર કર્યો અને બીજી અને છઠ્ઠી ગેમમાં બાર્ટીની સર્વિસને તોડી 5-1ની લીડ મેળવી. બાર્ટીએ ટુર્નામેન્ટમાં અગાઉના છ રાઉન્ડમાં માત્ર એક જ સર્વિસ ગેમ છોડી હતી. આ વખતે મોમેન્ટમ કોલિન્સ સાથે હતો અને તેણીએ બે વાર સેટ માટે બ્રેક કરી હતી, જેનું લક્ષ્ય તેણીની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ફાઇનલને ત્રીજા સેટમાં લઈ જવાનું હતું. જોકે બાર્ટીએ પોતાના દબદબાથી મેચ જીતી લીધી હતી.