બેંગ્લુરુએ 150 રનનો લક્ષ્યાંક 17 બોલ બાકી હતા ત્યાં જ વટાવ્યો
આઈપીએલમાં બુધવારે રોયલ ચેલેંજર બેંગ્લુરુ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં RCBના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 149 રન કર્યા હતા. જેના જવાબમાં RCBએ બેટિંગ અને બોલિંગ બન્ને ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ કરતા 150 રનનો લક્ષ્યાંક 17 બોલ બાકી હતા ત્યાંજ પાર કરી લીધો હતો. આરસીબીનો રાજસ્થાન સામે સાત વિકેટે વિજય થયો હતો. રાજસ્થાન રોયલ્સની આ સતત ત્રીજી હાર રહી છે.
ગ્લેન મેક્સવેલે ધમાકેદાર 30 બોલમાં 50 રન ફટકાર્યા હતા. જ્યારે શઇખર ભરતે પણ 35 બોલમાં 44 રનની ઈનિંગ રમી હતી. ઓપનર દેવદત્ત પડિક્કલ (22) અને કેપ્ટન વિરાટ કોહલી (25)એ મજબૂત શરૂઆત કરી હતી. પાવર પ્લેમાં આરસીબીએ પ્રતિ ઓવર નવ રન કર્યા હતા. આરસીબીનો સ્ટાર બોલર હર્ષલ પટેલે અગાઉની મેચમાં હેટ્રિક લીધા બાદ તે રાજસ્થાન સામેની મેચમાં એક જ ઓવરમાં ઉપરા ઉપરી બે વિકેટ ઝડપતા હેટ્રિક પર પહોંચ્યો હતો. જો કે કાર્તિક ત્યાગીએ તે સંભવ થવા દીધું નહીં. હર્ષલે ત્રણ અને યુઝવેન્દ્ર ચહલે બે વિકેટ ઝડપી હતી.