કેનેડા વધતી બેરોજગારી અને હાઉસિંગ કટોકટી ઉભી થતાં હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને નિયંત્રિત કરવા ઉપર સરકાર વિચારણા કરી રહી છે.
કેનેડામાં વધતી બેરોજગારી અને હાઉસિંગ કટોકટી વચ્ચે, ઇમિગ્રેશન પ્રધાન માર્ક મિલરે આજે શનિવારે જણાવ્યું હતું કે આગામી કેટલાક મહિનામાં તેઓ દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાને કાબૂમાં રાખવાની શક્યતા પર વિચાર કરશે એક ટીવી ચેનલને આપેલી મુલાકાત દરમિયાન મિલરે કહ્યું કે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા “ચિંતાજનક”રીતે વધી રહી છે જેના ઉપર કાબુ લાવવો જરૂરી છે.
કેનેડામાં વધતી બેરોજગારી અને હાઉસિંગ સંકટ વચ્ચે ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લઈને મોટું નિવેદન આપ્યું છે.
શનિવારે, મિલરે કહ્યું હતું કે આગામી કેટલાક મહિનામાં તેઓ દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની શક્યતા પર વિચાર કરશે.
સીટીવી ન્યૂઝને આપેલી મુલાકાતમાં મિલરે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યાના સંદર્ભમાં કહ્યું,કે “આ સંખ્યા ચિંતાજનક છે.” આ ખરેખર એક એવી સિસ્ટમ છે જે નિયંત્રણ બહાર ગઈ છે.
મિલરે જણાવ્યું હતું કે તેઓ આ વર્ષના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં હાઉસિંગની માંગ ઘટાડવામાં મદદ કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર મર્યાદા નક્કી કરવાની શક્યતા પર વિચાર કરશે.
કેનેડામાં આવનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સરકાર જે મકાનો બનાવવામાં મદદ કરવાની યોજના બનાવી રહી છે તેના કરતા વિદ્યાર્થીઓ ની સંખ્યા વધારે છે. મિલરે જણાવ્યું હતું કે જ્યારે ઇમિગ્રેશન લક્ષ્યોની વાત આવે છે ત્યારે હાઉસિંગ ગણતરીનો પણ એક ભાગ છે.
તેમણે કહ્યું કે સરકાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ સંખ્યા પર મર્યાદા નક્કી કરવાનું ચાલુ રાખશે.
સરકારને કાયમી અને અસ્થાયી એમ બંને રીતે વસાહતીઓની વધતી સંખ્યાને આવકારવા બદલ ટીકાઓનો સામનો કરવો પડ્યો છે કારણકે દેશમાં આવાસની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.
લિબરલ્સે આ વર્ષે 485,000 ઇમિગ્રન્ટ્સ અને 2025 અને 2026 બંનેમાં 500,000 ઇમિગ્રન્ટ્સ લાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.
આમ,કેનેડામાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતાં રહેવા માટે સમસ્યાઓ ઉભી થવા સાથે રોજગારીનો પણ સવાલ ઉભો થયો છે અને બેરોજગારી વધતા સરકારે હવે બહારના દેશમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ‘નો એન્ટ્રી’ કરવા વિચારણા કરી રહી છે.