ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે અને બંને ટીમોની પ્રથમ ટેસ્ટ મેચ વેલિંગ્ટનમાં રમાઈ રહી છે.
આ મેચ સાથે જોડાયેલી એક મહત્વની બાબત સામે આવી છે, કારણ કે પ્રથમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ઓપનર ઉસ્માન ખ્વાજાને તેના બેટમાંથી એક સ્ટીકર હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો
ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમનો બીજો દાવ ચાલી રહ્યો હતો અને એક સમયે તેની લીડ 217 રનની હતી ત્યારે ઉસ્માન ખ્વાજાનું બેટ તૂટવાને કારણે તેનું બેટ બદલવામાં આવ્યું
તેણે ઘણા બેટ જોયા અને અંતે એક પસંદ કર્યું જેમાં ઓલિવની ડાળી પર કબૂતર જેવા પક્ષીનું ચિત્ર હતું.
આ તસવીરના ઉપયોગને કારણે ખ્વાજા ICCના નિશાના પર આવી ગયા છે.
કારણ કે અગાઉ પણ, ડિસેમ્બર 2023 માં પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન, ખ્વાજાએ તેની ટી-શર્ટ પર આજ ચિત્ર છાપવાની મંજૂરી માંગી હતી, જેને ICC દ્વારા નકારી કાઢવામાં આવી હતી.
આ તસવીર ચાલી રહેલી કટોકટી દરમિયાન ગાઝાના લોકો પ્રત્યે સમર્થન વ્યક્ત કરે છે, પરંતુ ICC આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન આ તસવીરને રાજકીય દ્રષ્ટિકોણથી જોઈ રહ્યું છે.
પ્રવાસ દરમિયાન ઉસ્માન ખ્વાજાને જૂતાનો ઉપયોગ કરતા અટકાવવામાં આવ્યા હતા જેના પર માનવ અધિકારોને સમર્થન આપતા વાક્યો લખેલા હતા. તેણે પોતાના હાથ પર કાળી પટ્ટી પહેરવાની પરવાનગી પણ માંગી હતી.
તાલીમ દરમિયાન તેણે એ જ બેટથી પ્રેક્ટિસ પણ કરી હતી જેના પર કબૂતર જેવું પક્ષી છપાયેલું હતું અને તેને હટાવવા બદલ ખવાજાએ ICCની ટીકા પણ કરી હતી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ચીફ નિક હોલી પણ ઉસ્માન ખ્વાજાના સમર્થનમાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચની વાત કરીએ તો, ખ્વાજાએ પ્રથમ ઇનિંગમાં 33 રન અને બીજા દાવમાં 28 રન બનાવ્યા હતા.