ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે પણ ભારતને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી છે.
મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયા પણ 26 જાન્યુઆરીને રાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવે છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે ભારતના 74મા પ્રજાસત્તાક દિવસ પર શુભેચ્છાઓ પાઠવી છે. ભારતમાં ઓસ્ટ્રેલિયાના હાઈ કમિશનર બેરી ઓ’ફેરેલે એન્થોની અલ્બેનીઝનો સંદેશ ટ્વિટર પર શેર કર્યો છે. આ સંદેશમાં ઓસ્ટ્રેલિયન પીએમએ ભારતની સંસ્કૃતિ અને ઉપલબ્ધિઓનું સન્માન કરવાની વાત કરી છે.