હાઇ કમિશનર બેરી ઓ’ફેરેલે 12 જવાન અને મધુલિકા રાવતને શોક પુસ્તક દ્વારા અક્ષરાંજલિ આપી
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઓસ્ટ્રેલિયાના ભારત ખાતેના હાઇકમિશનર બેરી ઓ’ફેરેલ CDS બિપિન રાવતના અંતિમ સંસ્કારમાં સામેલ થયા હતા. તેમણે દિલ્હીના કેંટ વિસ્તારના બરાર સ્ક્વેકર ખાતેના અંતિમ સંસ્કારમાં સામેલ થઇને જનરલ બિપિન રાવતને શ્રદ્ધાસૂમન અર્પિત કર્યા હતા. બેરી ઓ’ફેરેલે ટ્વિટર પર લખ્યું હતું કે જનરલ બિપિન રાવત અને તેમના પત્ની મધુલિકા રાવતની અંત્યેષ્ટીમાં સામેલ થઇને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
દુઃખની ઘડીમાં ઓસ્ટ્રેલિયા ભારતની પડખે
ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરે ભારત પ્રત્યેની સહાનુભૂતિ વ્યક્ત કરતા અંત્યેષ્ટી પહેલા જનરલ બિપિન રાવતના નિવાસસ્થાને પણ ગયા હતા. જ્યાં તેમણે બિપિન રાવત અને તેમની પત્ની મધુલિકા રાવત તથા 11 સૈન્ય કર્મચારીઓની યાદમાં, અમારા કાર્યકારી ડેપ્યુટી હાઈ કમિશનર ઈયાન બિગ્સ અને મદદનીશ સંરક્ષણ સલાહકાર મેજર ડેનિયલ વ્હાઈટે નવી દિલ્હીમાં CDSના નિવાસસ્થાન ખાતે શોક પુસ્તક પર અક્ષરાંજલિ આપી હતી. સાથે જ ટ્વિટર પર બે હાથ જોડીને ઓમ શાંતિ લખ્યું હતું.