બ્રિસબેન ગાબાના મેદાન પર પોલીસકર્મીઓને જોઈને સ્મિથ-વોર્નર ભાવુક થયા

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બ્રિસ્બેનમાં પ્રથમ ટેસ્ટ મેચમાં બંને ટીમના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને મેદાનમાં આવ્યા હતા. મેચની શરૂઆત પહેલા બે પોલીસ અધિકારીઓનાં મોતને પગલે ખેલાડીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. થોડા દિવસ પહેલા ક્વિન્સલેન્ડના ટારા પોલીસ સ્ટેશનના બે પોલીસ અધિકારીઓના એક અથડામણમાં મોત થયા હતા. જેના પહલે સમગ્ર દેશ શોકમાં ગરકાવ થયો હતો અને આજે મેચ પહેલા બંને અધિકારીઓને ક્વિન્સલેન્ડ પોલીસ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

વોર્નર અને સ્મિથ પણ ભાવુક થઈ ગયા હતા
મૃત્યુ પામેલાઓમાં અધિકારીઓ રશેલ મેક્રો અને મેથ્યુ આર્નોલ્ડનો સમાવેશ થાય છે. ક્વીન્સલેન્ડ પોલીસ અને ખેલાડીઓએ બ્રિસબેન ગાબાના મેદાન પર બંને અધિકારીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ પણ આ દરમિયાન ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોલીસ અધિકારીઓને સંભાળ્યા અને તેમની સાથે વાત પણ કરી હતી.

તાળીઓના ગડગડાટથી સ્વાગત થયા બાદ ગાબા શાંત થયું
તે જ સમયે, ગાબાના પ્રેક્ષકોએ પહેલા તાળીઓ પાડીને અધિકારીઓનું સ્વાગત કર્યું, પછી થોડીવાર માટે શાંત થઈ ગયા. વાસ્તવમાં, વેસ્ટર્ન ડાઉન્સ, ક્વીન્સલેન્ડમાં એક પ્રોપર્ટીની સીઝ દરમિયાન 2 પોલીસ અધિકારીઓ સહિત 6 લોકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

પોલીસે ગુનેગારોને ઠાર માર્યા
ન્યૂ સાઉથ વેલ્સમાંથી ગુમ થયેલા વ્યક્તિના કેસની તપાસ કરવા સોમવારે બપોરે 4 અધિકારીઓ ગયા હતા. ઓફિસર્સ પ્રોપર્ટીની નજીક જઈને ગુનેગારો સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે તરત જ 2 ગુનેગારોએ ફાયરિંગ શરૂ કરી દીધું અને આ ફાયરિંગમાં 2 પોલીસ અધિકારીઓના જીવ ગયા. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું હતું. આ પછી, તેમના સાથીઓને ગુમાવવાનું દુઃખ લેતા, અધિકારીઓએ ગઈકાલે રાત્રે 3 ગુનેગારોને મારી નાખ્યા હતા.