કાર્યક્રમ બ્લેકટાઉન લેઝર સેન્ટર સ્ટેનહોપ ખાતે યોજાનાર હતો, હવે મેલબોર્નમાં થયેલી ફરિયાદના આધારે કેન્સલ કરાયો છે
ઓસ્ટ્રેલિયાની બ્લેકટાઉન સિટી કાઉન્સિલે સિડનીમાં શીખ ફોર જસ્ટિસના પ્રચાર લોકમત કાર્યક્રમને રદ કર્યો છે. ધ ઑસ્ટ્રેલિયા ટુડેના જણાવ્યા અનુસાર, આ ઘટનાથી ઉદ્ભવતા જોખમો અંગે સેંકડો ફરિયાદો મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. આ પ્રચાર કાર્યક્રમ બ્લેકટાઉન લેઝર સેન્ટર સ્ટેનહોપ ખાતે યોજાનાર હતો. સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા કર્યા બાદ હવે બુકિંગ કેન્સલ કરવામાં આવ્યું છે. બ્લેકટાઉન સિટી કાઉન્સિલના લેઝર સેન્ટર સ્ટેનહોપ ખાતે 4 જૂને યોજાનાર હતો.
કાઉન્સિલના પ્રવક્તાએ શું કહ્યું?
બ્લેકટાઉન સિટી કાઉન્સિલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘કાઉન્સિલનો નિર્ણય કોઈપણ રીતે ભારત અથવા પાકિસ્તાનની આંતરિક બાબતોને લગતી કોઈપણ રાજકીય સ્થિતિનું સમર્થન કે ટીકા નથી અને તેને કોઈ ચોક્કસ રાજકીય સ્થિતિના સમર્થન તરીકે રજૂ કરવું જોઈએ નહીં.’
ફરિયાદીએ શું કહ્યું?
અરવિંદ ગૌર એવા લોકોમાંથી એક છે જેમણે ફરિયાદ કરી હતી કે શીખ ફોર જસ્ટિસ પ્રચાર કાર્યક્રમના પોસ્ટરો અને બેનરો દ્વારા આતંકવાદીઓની પ્રશંસા કરવામાં આવી રહી છે. સ્થાનિક મીડિયાને ગૌરે જણાવ્યું હતું કે તેમને કાઉન્સિલના સીઈઓ કેરી રોબિન્સન તરફથી જવાબ મળ્યો હતો જેમાં તેમને જાણ કરવામાં આવી હતી કે કાઉન્સિલ અધિકારીઓ દ્વારા અનધિકૃત બેનરો અને પોસ્ટરો દૂર કરવામાં આવી રહ્યા છે અને તેમણે (ન્યૂ સાઉથ વેલ્સ) NSW પોલીસ પાસેથી સલાહ માંગી છે.
રોબિન્સને જણાવ્યું હતું કે, “અમે શહેરની આજુબાજુની સાર્વજનિક સંપત્તિ પર લગાવેલા બેનરો અને પોસ્ટરોને હટાવી રહ્યા છીએ કારણ કે તે અમારી મંજૂરી વગર લગાવવામાં આવ્યા હતા.” NSW પોલીસ, ઓસ્ટ્રેલિયન સિક્યોરિટી ઈન્ટેલિજન્સ ઓર્ગેનાઈઝેશન (ASIO), ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ (AFP) અને ડિપાર્ટમેન્ટ ખાલિસ્તાન પ્રચાર કાર્યક્રમની પરવાનગી પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડ (DFAT) સામેલ હતી.
વિક્ટોરિયામાં નોંધાયેલ “Sikhs for Justice Pty Ltd” અંગે તપાસ ચાલી રહી છે. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું કે, અમે બિનહિસાબી નાણાંની લેવડદેવડની તપાસ કરી રહ્યા છીએ.