ઓપ્ટસ પર સાયબર એટેક, કસ્ટમર્સની ઘણી વિગતો ડોક્યુમેન્ટસ સહિત હેકર્સ પાસે પહોંચ્યા

Australia, Cyber Attack, Customers Data Breached, Optus, Optus Hacked, Hacking, Data leak, ઓસ્ટ્રેલિયા, સાયબર એટેક,
સાયબર એટેક બાદ પણ પેયમેન્ટ સિસ્ટમ અને એકાઉન્ટ પાસવર્ડ સાથે કોઇ છેડછાડ થઇ નથી- કંપનીનો દાવો

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓસ્ટ્રેલિયાની બીજા ક્રમની સૌથી મોટી ટેલીકોમ્યુનિકેશન કંપની ઓપ્ટસ પર સાયબર એટેક થયો છે. હેકર્સ દ્વારા કંપનીના 10 મિલિયનથી વધુ કસ્ટમર્સનો ડેટા ડોક્યુટમેન્ટ્સ સહિત ચોરાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કસ્ટમર્સના નામ, જન્મ તારીખ, ફોન નંબર અને ઈમેલ એડ્રેસનો સમાવેશ થાય છે. ઓપ્ટસ પાસે દસ મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે અને જણાવ્યું છે કે હાલ સાયબર એટેક પર કાબૂ મેળવી લેવાયો છે. પરંતુ અન્ય વિગતો જેમ કે ડ્રાઇવરનું લાઇસન્સ અને પાસપોર્ટ નંબર હેક થઇ ચૂક્યા છે. જોકે રાહતના સમાચાર એ છે કે સાયબર એટેક બાદ પણ પેયમેન્ટ સિસ્ટમ અને એકાઉન્ટ પાસવર્ડ સાથે કોઇ છેડછાડ થઇ નથી.

વધુ જોખમ ધરાવતા કસ્ટમર્સને વ્યક્તિગત જાણ કરાશે
ઓપ્ટસ કંપનીએ કહ્યું કે તે “વધારે જોખમ” ધરાવતા લોકોને સૂચિત કરશે પરંતુ તમામ ગ્રાહકોએ તેમના એકાઉન્ટ એકવાર ચકાસી લેવા જોઇએ અને બને તો તમામ પાસવર્ડ પણ બદલી લેવા જોઇએ. સ્થાનિક ટીવી ચેનલ એબીસી ટીવી પર કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ કેલી બેયર રોઝમારિને તેના ગ્રાહકોની માફી માંગી હતી. તેમણે જણાવ્યું હતું કે નામો, જન્મ તારીખો અને સંપર્ક વિગતો ઍક્સેસ કરવામાં આવી હતી, “કેટલાક કિસ્સાઓમાં” ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને “કેટલાક કિસ્સાઓમાં પાસપોર્ટ અને મેઇલિંગ સરનામું” પણ હેક કરવામાં આવ્યું હતું.

કંપનીએ “અસામાન્ય પ્રવૃત્તિ” જોયા બાદ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસને જાણ કરી હતી અને તપાસકર્તાઓ “કોણ ડેટા એક્સેસ કરી રહ્યું છે અને કયા હેતુ માટે” છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઓપ્ટસ કહે છે કે જે પ્રકારની માહિતી હેક કરવામાં આવી હોઇ શકે છે જેમાં ગ્રાહકોના નામો, જન્મ તારીખો, ફોન નંબરો, ઇમેઇલ એડ્રેસ અને હોમ એડ્રેસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ID ડોક્યુમેન્ટસ નંબરો જેમ કે ડ્રાઇવરનું લાઇસન્સ અથવા પાસપોર્ટ નંબર પણ હેક થયા હોઇ શકે છે. હાલ “ઓપ્ટસ ઓસ્ટ્રેલિયન સાયબર સિક્યોરિટી સેન્ટર સાથે કામ કરી રહી છે જેથી ગ્રાહકોને થતા કોઈપણ જોખમોને ઘટાડવામાં આવે,” તેમ તેમની વેબસાઇટ પર એક નિવેદન દ્વારા જણાવ્યું છે.

“ઓપ્ટસે આ બાબત વિશે મુખ્ય નાણાકીય સંસ્થાઓને પણ સૂચના આપી છે.”જ્યારે ગ્રાહકોને કોઈ નુકસાન થયું હોય તે અંગે અમે જાણતા નથી, અમે ગ્રાહકોને તેમના એકાઉન્ટ્સમાં વધુ જાગૃતિ લાવવા પ્રોત્સાહિત કરીએ છીએ, જેમાં અસામાન્ય અથવા કપટપૂર્ણ પ્રવૃત્તિ અને વિચિત્ર અથવા શંકાસ્પદ લાગતી કોઈપણ સૂચનાઓ પર ધ્યાન આપવાનો સમાવેશ થાય છે.” રોઝમારિને જણાવ્યું હતું કે કંપનીએ સાવચેતી તરીકે તમામ ગ્રાહકોને હાઇ એલર્ટ પર મૂક્યા હતા – પરંતુ ઘણા નિરાશ અને ચિંતિત જોવા મળ્યા છે.