દક્ષિણ સમુદ્ર હોય કે હિન્દ પ્રશાંત મહાસાગર હોય ચીન હંમેશા પોતાની દાદાગીરી બતાવતું આવ્યું છે ત્યારે તેની દાદાગીરી સામે વળતા એક્શનમાં ઓસ્ટ્રેલિયાએ બ્રિટન સાથે પરમાણુ સંચાલિત સબમરીન માટે ત્રણ અબજ ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
આ ડીલથી ચીનનું ઘમંડ દૂર થશે.

માહિતી અનુસાર, ઓસ્ટ્રેલિયન સરકાર પરમાણુ સંચાલિત સબમરીન બનાવવા અને તેની સમયસર સપ્લાય સુનિશ્ચિત કરવા માટે બ્રિટિશ ઉદ્યોગને ત્રણ અબજ ડોલર આપશે.
દક્ષિણ ચીન સાગર અને દક્ષિણ પેસિફિક મહાસાગરમાં ચીનની વધતી ગતિવિધિ જેવા પડકારોનો વધુ સારી રીતે સામનો કરવા માટે બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

બ્રિટનના સંરક્ષણ પ્રધાન ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે સબમરીન કાર્યક્રમ ખર્ચાળ હતો પરંતુ જરૂરી હતો.
“પરમાણુ સંચાલિત સબમરીન જરૂરી હતી,અમે પહેલા કરતા વધુ ખતરનાક વિશ્વમાં જીવીએ છીએ જ્યાં આપણે ચીનની વધતી આક્રમકતા જોઈ રહ્યા છીએ.
તેમણે મંત્રીઓની બેઠકમાં ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનને કહ્યું હતું કે 2017માં જાહેર કરાયેલા આ 10-વર્ષના કરાર હેઠળ, બ્રિટનના ડર્બી સ્થિત રોલ્સ-રોયસ ફેક્ટરીમાં પરમાણુ રિએક્ટર બનાવવાની ક્ષમતા વધશે.
આનાથી ઓસ્ટ્રેલિયાના એડિલેડમાં BAE સિસ્ટમ્સ દ્વારા સબમરીનનું નિર્માણ થશે.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાની સાથે અમેરિકા, જાપાન અને ભારત ‘ક્વાડ’ના સભ્ય છે.
ક્વાડ સંસ્થાથી ચીન નારાજ છે. ભારત આ વર્ષે ક્વાડ સમિટનું આયોજન કરવા જઈ રહ્યું છે. અમેરિકન સરકાર તેને લઈને ઘણી ઉત્સાહિત દેખાઈ રહી છે.
અમેરિકાનું કહેવું છે કે ભારતના રાષ્ટ્રપતિ શાસનમાં પણ ક્વાડ સંબંધિત કામની ગતિ અકબંધ રહેશે. ક્વાડની સફળતા માત્ર અમેરિકા માટે જ નહીં પરંતુ ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયા માટે પણ છે.

તમને જણાવી દઈએ કે ક્વાડ ગ્રુપમાં 4 સભ્ય દેશો છે.
જેમાં ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે. આડકતરી રીતે તે હિંદ અને પેસિફિક મહાસાગરમાં ચીનના વધતા દબાણને ઘટાડવા અને તેને નિયંત્રિત કરવા માટે બનાવવામાં આવ્યું હતું. જોકે, ક્વાડ ગ્રૂપના દેશો આને સીધું સ્વીકારવાનું ટાળે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ કહ્યું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર મુક્ત, ખુલ્લું અને સમૃદ્ધ હોવું જોઈએ,આ ક્વાડનું સહિયારું વિઝન છે,તેમણે કહ્યું કે ઈન્ડો પેસિફિક ક્ષેત્રને ક્વાડથી ફાયદો થઈ રહ્યો છે.