18 મહિના બાદ નોન ઑસ્ટ્રેલિયનનાં પ્રવેશને સીધી મંજૂરી

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓસ્ટ્રેલિયા નવેમ્બરથી તેની આંતરરાષ્ટ્રીય સરહદ ફરીથી ખોલશે, જે 18 મહિનામાં પ્રથમ વખત રસીકરણ કરાયેલા પ્રવાસીઓને દેશમાં પ્રવેશ આપશે. હાલમાં માત્રઓસ્ટ્રેલિયન નાગરિકો અને મંજૂરી પ્રાપ્ત લોકો જ પ્રવેશ કરી શકે છે. મંજૂરી વિના બહારની મુસાફરી પર પણ પ્રતિબંધ હાલ યથાવત છે.
કોવિડને દબાવવામાં મદદ કરવા માટે ટ્રાવેલ નીતિની પ્રશંસા કરવામાં આવી રહી છે, પરંતુ તેણે ટ્રાવેલ પ્રતિબંધને પગલે પરિવારોને પણ અલગ કર્યા છે. પીએમ સ્કોટ મોરિસને કહ્યું કે 80% થી વધુ રસીકરણ દર ધરાવતા રાજ્યોને મુસાફરીની સ્વતંત્રતા મળશે. તેમણે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયનોને તેમનો જીવ પાછો આપવાનો સમય આવી ગયો છે.
હાલ ઑસ્ટ્રેલિયામાં 14 દિવસ હોટેલ ક્વોરેન્ટાઇનનો નિયમ

ઓસ્ટ્રેલિયામાં ફરજિયાત 14 -દિવસ હોટેલ ક્વોરેન્ટાઇનનો નિયમ છે જેનો ખર્ચ દરેક પ્રવાસીને $ 3,000 (AUD) થઈ રહ્યો છે. જોકે નવા નિયમ બાદ તેના સ્થાને રસી આપેલા પ્રવાસીઓ માટે સાત દિવસના હોમ ક્વોરેન્ટાઇન હશે.

જો કે મોટી એરલાઇન્સે પહેલેથી જ ચેતવણી આપી દીધી છે કે તેઓ ઝડપથી સેવાઓ વધારવા માટે તૈયાર નથી. આ તરફ કોરોના વાયરસ ને પગલે સિડની, મેલબોર્ન અને કેનબેરા હાલમાં લોકડાઉન હેઠળ છે.