ટર્બન્સ 4 ઓસ્ટ્રેલિયા ઓર્ગેનાઇઝેશનના વડા અમર સિંહ હંમેશા ખાલિસ્તાની મૂવમેન્ટની પડખે રહ્યા છે

ઓસ્ટ્રેલિયામાં ચૂંટણીઓ પહેલા, ઓસ્ટ્રેલિયાની લિબરલ પાર્ટીએ સિડની પેરામટ્ટાની બેઠક પર જોર લગાવ્યું છે અને આ માટે લિબરલ પાર્ટીએ વિવાદાસ્પદ નેતા અમર સિંહનો સહાર લીધો છે. લિબરલ પાર્ટીએ અમરસિંહની ટર્બન્સ 4 ઓસ્ટ્રેલિયા નામની સંસ્થા સાથે હાથ મિલાવ્યા છે.

અમરસિંહ કે જેમણે ગયા વર્ષે ખેડૂતોના વિરોધને લઈને ઑસ્ટ્રેલિયામાં શીખો અને હિન્દુઓ વચ્ચે કથિત રીતે તણાવને વેગ આપ્યો હતો અને અલગ ખાલિસ્તાનની માગણી કરતા અલગતાવાદીઓના ‘અધિકારો’નો બચાવ પણ કર્યો હતો. હવે તાજેતરના જોડાણને પગલે અમરસિંહ કથિત રીતે ચૂંટણીમાં ઓસ્ટ્રેલિયાની લિબરલ પાર્ટી માટે પ્રચાર કરશે. ઓસ્ટ્રેલિયામાં સામાન્ય ચૂંટણી 21 મે 2022ના રોજ નિર્ધારિત છે.

તાજેતરના એક કાર્યક્રમમાં પણ પેરામટ્ટા માટે લિબરલ પાર્ટીના ઉમેદવાર મારિયા કોવાસિકને વિવાદાસ્પદ નેતા અમર સિંહનું સમર્થન મળ્યું હતું. આ કાર્યક્રમમાં લિબરલ પાર્ટીના સાંસદ અને ઓસ્ટ્રેલિયાના ઈમિગ્રેશન મંત્રી એલેક્સ હોક પણ હાજર રહ્યા હતા. જો કે, લિબરલ પાર્ટી અને અમર સિંઘ વચ્ચેનું જોડાણ વિચારધારાને આધિન જોડાયેલું હોય તેવું ઓછું માનવામાં આવી રહ્યું છે. કારણ કે આ જોડાણમાં બે સંસ્થા વચ્ચેનું ગઠબંધન વધુ લાગી રહ્યું છે કારણ કે લિબરલ પાર્ટીના ઉમેદવાર મારિયા કોવાસિકે કથિત રીતે ટર્બન્સ 4 ઓસ્ટ્રેલિયાને મોટા પ્રમાણમાં દાન આપવાનું વચન આપ્યું છે, જે એક સખાવતી સંસ્થા છે જેની સ્થાપના અમર સિંહ દ્વારા તેમની કેટલીક વિરોધી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે વધુ લાગી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

મારિયા કોવાસિકનું ચૂંટણી પ્રચાર દરમિયાનનું પોસ્ટર.

જો કે, પેરામટ્ટાના કેટલાક હિંદુ મતદારો લિબરલ પાર્ટીના અમરસિંઘ સાથેના જોડાણથી પ્રભાવિત થયા ન હતા. “આ માણસ (અમર સિંહ) ખાલિસ્તાનીઓ અને દેશભક્ત હિન્દુ ભારતીયો વચ્ચે હેરિસ પાર્ક હિંસા દરમિયાન દેશ વિરોધી નિવેદન આપ્યું હતું,” તેમ એક મતદાતાએ કહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, સિંહ હેરિસ પાર્કમાં દેશભક્ત હિન્દુ ભારતીયો સાથે અથડામણ કરનારા ખાલિસ્તાની તત્વોના કટ્ટર સમર્થકોમાંના એક હતા. હિંસા પછી, સિંઘ ખાલિસ્તાની તત્વોનો બચાવ કરતા જોવા મળ્યા હતા, તેમણે જણાવ્યું હતું કે ખાલિસ્તાનની માંગ કરવી એ “લોકશાહી અધિકાર” છે અને શીખોને ખાલિસ્તાનની માંગ કરવાનો અધિકાર છે. જે નીચે મુજબની લિંક દ્વારા ફલિત થાય છે.