ઓસ્ટ્રેલિયા સરકારી ખર્ચે તેની સમગ્ર વસ્તીનું ડીએનએ સ્ક્રીનીંગ કરશે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. વસ્તીને સ્વસ્થ રાખવા અને સમયસર સારવાર મળી રહે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.

ઓસ્ટ્રેલિયા, DNA ટેસ્ટિંગ, Australia, DNA testing, Australia Health, Cancer Risk, Heart Desease, DNA Test,
ડીએનએ સેમ્પલિંગ કરીને એ જાણી શકાશે કે આવનારા સમયમાં લોકોને કેન્સર અને ડાયાબિટીસ જેવા આનુવંશિક રોગો થવાની સંભાવના કેટલી

ઓસ્ટ્રેલિયા સરકારી ખર્ચે તેની સમગ્ર વસ્તીનું ડીએનએ સ્ક્રીનીંગ કરશે. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ દેશ બની ગયો છે. વસ્તીને સ્વસ્થ રાખવા અને સમયસર સારવાર મળી રહે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે વસ્તીના ડીએનએ સેમ્પલિંગ કરીને એ જાણી શકાશે કે આવનારા સમયમાં લોકોને કેન્સર અને ડાયાબિટીસ જેવા આનુવંશિક રોગો થવાની સંભાવના કેટલી છે. સામાન્ય રીતે ખર્ચાળ ગણાતા ડીએનએ સ્ક્રીનીંગ ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નની મોનાશ યુનિવર્સિટીમાં શરૂ કરવામાં આવી છે.

દર 75માંથી એક વ્યક્તિને ગંભીર બીમારીનું જોખમ
ફ્રી ડીએનએ ટેસ્ટીંગ પ્રોજેકટ પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પ્રથમ તબક્કામાં, 24 કલાકથી ઓછા સમયમાં, 18-40 વર્ષની વય જૂથના 10,000 લોકોએ ડીએનએ સ્ક્રીનીંગ માટે નોંધણી કરાવી. પરિણામો દર્શાવે છે કે દર 75 પરીક્ષણ કરાયેલા લોકોમાંથી એકને ભવિષ્યમાં ગંભીર બીમારીનું જોખમ છે. ટેસ્ટિંગમાં ગંભીર બીમારીની શક્યતા દેખાતા ઘણા લોકો ચિંતિત પણ હતા.

મોનાશ યુનિવર્સિટીમાં આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા જેન ટિલરના જણાવ્યા અનુસાર, પરીક્ષણ દરમિયાન જે લોકોને ભવિષ્યમાં કોઈ રોગ હોવાનું નિદાન થયું છે તેઓ ચિંતિત છે, પરંતુ તેનાથી તેમના રોગનું જોખમ ઘટાડવામાં મદદ મળશે. આપણે તેમને આમાંથી સાજા થવા માટે સમય આપવો જોઈએ. સરકાર દ્વારા કાળજી માટે પગલાં લેવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય સમયસર સારું સ્વાસ્થ્ય પ્રદાન કરવાનો છે.

સ્ક્રિનિંગના ડેટાથી સરકાર હેલ્થ બજેટ નક્કી કરી શકશે
ડીએનએ સ્ક્રિનિંગના ડેટાના આધારે સરકાર સ્વાસ્થ્ય બજેટ નક્કી કરી શકશે. નિષ્ણાતો માને છે કે હાલમાં લોકોને રોગ થયા પછી નિદાન થાય છે. ડીએનએ સ્ક્રિનિંગનો ડેટા દરેક વય જૂથ અનુસાર રાખવામાં આવશે, જેનો ઉપયોગ સરકાર કરશે.