ઑસ્ટ્રેલિયાના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરાયો, પાંચ લાખની લોન ધરાવતા લોકોનો EMI 75 ડોલર આસપાસ વધવાની શક્યતા

Australia, Interest Rate, Rates Hike, Reserver Bank Of Australia, EMI, Loan, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા ન્યુઝ,

નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
રિઝર્વ બેન્ક ઑફ ઑસ્ટ્રેલિયા (RBA) એ સતત છઠ્ઠા મહિને દેશના કેશ રેટમાં વધારો ઝીંક્યો છે. કારણ કે મધ્યસ્થ બેન્કે વધતા જતા ફુગાવાને ઘટાડવા અથવા તો એમ કહીએ કે કાબૂમાં લેવા માટે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો છે. RBA બોર્ડની આજે મળેલી બેઠક બાદ, ઑસ્ટ્રેલિયાના વ્યાજ દરમાં 0.25 ટકા અથવા 25 બેસિસ પોઈન્ટ્સ 2.35 ટકાથી વધારીને 2.60 ટકા કર્યો છે.

લોન લેનારા લોકોના EMIમાં વધારો થશે
$500,000ની લોન ધરાવતા લોકોને આજનો વધારો આકરો લાગશે કારણ કે આજનો વધારો દર મહિને EMIમાં $74 સુધીનો વધારો કરશે. અથવા તો એમ કહીએ કે મે મહિનાથી તેમાં અંદાજે 687 ડોલર આસપાસનો વધારો થયો છે. આ તરફ મોટી લોન ધરાવતા ઉધાર લેનારાઓને અંદાજે $1 મિલિયનની લોન પર આજના નિર્ણયને પગલે મે મહિનાથી $147નો માસિક વધારો અથવા આંખમાં પાણી લાવે તેટલો $1,374નો વધારો થયો છે. આરબીએના ગવર્નર ફિલિપ લોવે જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં રોકડ દરમાં ઝડપી વધારો થતાં બોર્ડે અપેક્ષા કરતાં ઓછા 25 બેસિસ પોઈન્ટના જમ્પ દ્વારા દરો વધારવાનો નિર્ણય કર્યો છે.

લોવે તેમના નાણાકીય નિવેદનમાં જણાવ્યું હતું કે, “બોર્ડ સમયાંતરે ફુગાવાને 2-3 ટકાની રેન્જમાં પરત કરવા માટે પ્રતિબદ્ધ છે. વ્યાજ દરોમાં આજનો વધારો આ ધ્યેયને હાંસલ કરવામાં મદદ કરશે અને આગળના સમયગાળામાં વધુ વધારાની જરૂર પડશે”. ઓસ્ટ્રેલિયામાં ફુગાવા અને આર્થિક વૃદ્ધિના દૃષ્ટિકોણના મૂલ્યાંકન બાદ આ વધારો કરાયો છે.