ઓસ્ટ્રેલિયાની સંસદમાં બિલ રજ કરાયું, 1995માં ઓસ્ટ્રેલિયાના ઉત્તરીય ક્ષેત્રમાં ઇચ્છામૃત્યુને કાયદેસર ગણાતું હતું.
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઑસ્ટ્રેલિયાની સંસદમાં સોમવારે એક નવું બિલ રજૂ કરવામાં આવ્યું હતું જે બે પ્રદેશોમાં ડૉક્ટર-આસિસ્ટેડ ઈચ્છામૃત્યુ પર 25 વર્ષનો પ્રતિબંધ હટાવવા માંગે છે. 1995માં ઓસ્ટ્રેલિયાનો ઓછા પ્રમાણમાં વસતી ધરાવતો ઉત્તરીય પ્રદેશ સ્વૈચ્છિક ઈચ્છામૃત્યુને કાયદેસર બનાવવા માટે વિશ્વનું પ્રથમ સ્થાન બન્યું હતું. જોકે ચાર ગંભીર રીતે બીમાર લોકોને કાયદેસર રીતે મૃત્યુ પામવા માટે મદદ કર્યા પછીના બે વર્ષ બાદ ઓસ્ટ્રેલિયન સંસદ દ્વારા સીમાચિહ્નરૂપ કાયદા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
સરકારી ધારાશાસ્ત્રી લ્યુક ગોસલિંગ, જે ઉત્તરીય પ્રદેશના મતદારોનું પ્રતિનિધિત્વ કરે છે તેમણે સંસદમાં જણાવ્યું હતું કે ઘણા લાંબા સમયથી પ્રદેશોમાં રહેતા ઓસ્ટ્રેલિયનોને બીજા-વર્ગના નાગરિકો તરીકે ગણવામાં આવે છે,” તેમણે અને સાથી ધારાસભ્ય એલિસિયા પેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એક બિલ રજૂ કર્યું હતું જે ઉત્તરીય ભાગના પ્રદેશ અને ઓસ્ટ્રેલિયન કેપિટલ ટેરિટરી વિધાનસભાઓને સહાયક મૃત્યુને કાયદેસર બનાવવાની મંજૂરી આપશે.