બાઈડેને ફ્રાન્સ-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો કરાર રદ્ કરાવીને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ જેવું જ વર્તન કર્યુંઃ ફ્રાન્સના વિદેશ મંત્રી

અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયાએ બનાવ્યું ત્રિપક્ષીય સુરક્ષા સહયોગ

નમસ્કાર ગુજરાત ન્યૂઝ
ઓકસ સંગઠન અસ્તિત્વમાં આવ્યું તે સાથે જ ઓસ્ટ્રેલિયાએ ૨૦૧૬માં ફ્રાન્સ સાથે થયેલો પરમાણુ સબમરીનનો સોદો રદ્ કરી દીધો હતો. ૪૦ અબજ ડોલરમાં ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ પાસેથી સબમરીન ખરીદવાનું હતું, પરંતુ હવે ઓસ્ટ્રેલિયાએ અમેરિકા સાથે નવું ગઠબંધન કરતાાં ફ્રાન્સ સાથેનો સોદો એ વખતે જ રદ્ કરવાની જાહેરાત થઈ હતી. એના કારણે ફ્રાન્સે નારાજગી દર્શાવી હતી.

ફ્રાન્સના વિદેશ મંત્રી જીન યવેસ લે ડ્રિયાને એક નિવેદનમાં કહ્યું હતું કે જો બાઈડેને ફ્રાન્સ-ઓસ્ટ્રેલિયા વચ્ચેનો કરાર રદ્ કરાવીને પૂર્વ પ્રમુખ ટ્રમ્પ જેવું જ વર્તન કર્યું છે. બાઈડેને બંને પક્ષનું હિત જોવાની જરૂર હતી. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રી સાથે હજુ તો બે સપ્તાહ પહેલાં જ આ મુદે ચર્ચા થઈ હતી. એ પછી અચાનક ઓસ્ટ્રેલિયાએ આ સોદો રદ્ કર્યો તે યોગ્ય નિર્ણય નથી.
ઓસ્ટ્રેલિયા અમેરિકન ટેકનોલોજીથી સબમરીન બનાવશે, ફ્રાન્સે વિરોધ કર્યો
આ કરાર હેઠળ અમેરિકા ઓસ્ટ્રેલિયાને પરમાણુ સક્ષમ સબમરીન બનાવવા માટે ટેકનોલોજી પણ આપશે. જોકે અમેરિકા સહિત ત્રણેય દેશોએ સ્પષ્ટ કર્યું છે કે ઓસ્ટ્રેલિયા પરમાણુ ક્ષમતા ધરાવતી જે સબમરીન બનાવશે એમાં પરમાણુ હથિયારો નહીં હોય, માત્ર પરમાણુ રિએક્ટર હશે. જોકે ફ્રાન્સે આ કરારનો વિરોધ કર્યો છે, કારણ કે તે ઓસ્ટ્રેલિયાને સબમરીન વેચવા માટે અબજો ડોલરના સોદા પર વાટાઘાટો કરી રહ્યું હતું.