ક્વીન્સલેન્ડમાં વર્ષ 2018માં સી બીચ પર 24 વર્ષીય ઓસ્ટ્રેલિયન યુવતીની હત્યાનો આરોપ રાજવિંદર સિંહ પર લાગ્યા બાદ પત્ની અને બાળકો સાથે ભારત પરત ફર્યો છે

Australia News, Australia India, Queensland, Australia Police, 5 crore award, rajwinder sinh, ઓસ્ટ્રેલિયા,

2018માં ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં બીચ પર 24 વર્ષની ઓસ્ટ્રેલિયન યુવતીની કથિત હત્યાના કેસમાં સ્થાનિક પોલીસે હત્યારા માટે મોટું ઈનામ જાહેર કર્યું છે. નવીનતમ માહિતી અનુસાર, હત્યા કરીને ભારત ભાગી ગયેલા ભારતીય તબીબી સહાયકને પકડવામાં મદદ કરનાર વ્યક્તિ માટે 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે લગભગ સાડા પાંચ કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરવામાં આવી છે.

પહેલીવાર આટલું મોટું ઇનામ રખાયું !
ક્વીન્સલેન્ડ પોલીસ સાથે કામ કરી રહેલ ડિટેક્ટીવ સુપ્રિટેન્ડેન્ટ સોનિયા સ્મિથે જણાવ્યું કે, રાજવિંદર પર 1 મિલિયમ ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. ક્વીન્સલેન્ડ પોલીસે અત્યાર સુધીમાં પહેલીવાર ઈનામની આટલી મોટી રકમની જાહેરાત કરી છે.

પોલીસે શું આપ્યું છે નિવેદન ?
ક્વીન્સલેન્ડ પોલીસે એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન નાગરિક ટોયા કોર્ડિન્ગલી 21 ઓક્ટોબર 2018ના રોજ કેઇર્ન્સથી 40 કિમી દૂર વાંગેટી બીચ પર તેના કૂતરાને લઈ જઈ રહી હતી ત્યારે તેની હત્યા કરવામાં આવી હતી. હત્યાની આ ઘટનાને અંજામ આપવાનો આરોપ રાજવિંદર નામના વ્યક્તિ સામે મૂકવામાં આવ્યો છે, જે ચાર વર્ષ પહેલા ટોયાની હત્યા કરીને ભારત ભાગી ગયો હતો. આરોપી રાજવિંદર સિંહ એનિસફેલમાં નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતો હતો.

હત્યા બાદ નોકરી છોડી ભારત ફરાર થયો
ક્વીન્સલેન્ડ પોલીસે તેમની પ્રેસ કોન્ફરન્સમાં એમ પણ જણાવ્યું કે આરોપી રાજવિંદર ટોયા કોર્ડિંગલી હત્યા કેસનો મુખ્ય આરોપી છે. હત્યાના બે દિવસ બાદ પત્ની, બાળકો અને નોકરી છોડીને તે ભાગી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 24 વર્ષીય ટોયા કોર્ડિંગલીની બીચ પર નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી.