ગુરુદ્વારામાં સત્તા સંઘર્ષ માટે રોડ પર હથિયારો સાથે એકબીજા પર હુમલો

બ્રિસબેન ગુરૂદ્વારા

નમસ્કાર ગુજરાત ન્યૂઝ

બ્રિસબેન ગુરુદ્વારા નાં સત્તા સંઘર્ષની આંતરિક લડાઇમાં 15ની ધરપકડ

દક્ષિણ બ્રિસ્બેન ઉપનગરમાં સોમવારે રાત્રે ઓછામાં ઓછા 50 લોકો સાથે થયેલી અથડામણ બાદ પંદર શખ્સો સામે ગુનો નોંધાયો છે. પોલીસના મતે આરોપીઓ અને સંઘર્ષમાં ઉતરેલા લોકો બ્રિસ્બેન શીખ મંદિરના સભ્ય હતા.

નોંધનીય છે કે આ તકરાર માત્રને માત્ર બ્રિસબેન ગુરુદ્વારાના સત્તા સંઘર્ષ માટે થઇ હતી.
બ્રિસબેન પોલીસના કાર્યકારી અધિક્ષક સિમોન ટેલરે જણાવ્યું હતું કે હુમલાખોરો તલવાર, કુહાડી અને અન્ય ઘાતક હથિયારોથી સજ્જ હતા. ગુરુવારે વહેલી સવારે 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
31 થી 46 વર્ષની વયના પાંચ શખ્સો પર ગંભીર શારીરિક હાનિ પહોંચાડવાના આરોપ લગાવવામાં આવ્યો છે. 8 માઇલ પ્લેઇન્સ અને બ્રેકન રિજના બે વ્યક્તિ પર હુમલો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેઓને 27 સપ્ટેમ્બરે બ્રિસ્બેન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર થશે. 29 થી 38 વર્ષની વયના વધુ સાત પુરુષો પર પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે અને તેમને 4 ઓક્ટોબરે બ્રિસ્બેન મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રાખવામાં આવશે.

બ્રિસબેન પોલિસે કબજે કરેલા હથિયાર. ફોટો by બ્રિસબેન પોલિસ.

પોલીસના આગમન બાદ હથિયારો મૂકીને ભાગ્યા, 1નો હાથ કપાયો

શાસક અને સત્તા વાંચ્છુઓ વચ્ચેનો સંઘર્ષ એટલો ઘાતક હતો કે એક વ્યક્તિનો હાથ કપાઇ ગયો હોવાના પણ અહેવાલ છે. જ્યારે પોલીસ ધિંગાણા વચ્ચે જ આવી ત્યારે બંને જૂથો વિખેરાઈ ગયા અને શસ્ત્રો તથા ઘાયલ પીડિતોને ઘટનાસ્થળે છોડી ગયા હતા.

આરોપીઓના જામીન નામંજૂર કરાયા

પોલીસે આરોપ લગાવ્યો છે કે 35 વર્ષના ગુરલાલ સિંહ અને 36 વર્ષના દલજિંદર સિંહને ગુરુવારે બપોરે બ્રિસ્બેન એરેસ્ટ્સ કોર્ટમાં ગંભીર શારીરિક નુકસાન પહોંચાજવાના આરોપમાં જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા.31 વર્ષીય પરવિંદર સિંહને આ જ આરોપો પર કડક શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. તેમના કેસોની સુનાવણી 1 નવેમ્બરે બ્રિસ્બેન મેજિસ્ટ્રેટ કોર્ટમાં થશે.