Australiaના શિક્ષણ પ્રધાને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા સંબંધિત સમસ્યાઓના ઝડપી નિરાકરણની ખાતરી આપી

Australia News, Australia, India, Australia India News, Student Visa Australia, Indian Students, ઓસ્ટ્રેલિયા, ભારત, સ્ટુડન્ટ વિઝા, વિઝા પ્રોબ્લેમ,

ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે તેમના ભારતીય સમકક્ષ ધર્મેન્દ્ર પ્રધાનને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા સંબંધિત સમસ્યાઓના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી. ઓસ્ટ્રેલિયાના શિક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે.

શિક્ષણ અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ઓસ્ટ્રેલિયાના શિક્ષણ પ્રધાન જેસન ક્લેર સાથે ચર્ચા કરી હતી, જ્યાં વિદ્યાર્થીઓના વિઝાને લગતા પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાને કૌશલ્ય, ઉચ્ચ શિક્ષણ અને શાળા શિક્ષણના ક્ષેત્રમાં ઊંડો સહકાર અને ભારતીય કર્મચારીઓને વિશ્વ કક્ષાના કૌશલ્યોથી સજ્જ કરવા અંગે પણ વાત કરી જેથી બંને દેશો વચ્ચે સકારાત્મક તાલમેલ સર્જી શકાય.

નિવેદન મુજબ, શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે પ્રધાનને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં નોંધાયેલા ભારતીય વિદ્યાર્થીઓની વિઝા સંબંધિત સમસ્યાઓના ઝડપી નિરાકરણની ખાતરી આપી હતી. જેનો ભારતીય શિક્ષણ મંત્રી પ્રધાને આવકાર્યો હતો. પ્રધાને ક્લેરને ભારતની નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અને વિવિધ પદ્ધતિઓ દ્વારા શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણના વિસ્તૃત અવકાશ તેમજ ‘ગિફ્ટ સિટી’ની સંસ્થાઓ માટે અનુકૂળ વાતાવરણ બનાવવા વિશે માહિતી આપી હતી.