ઓસ્ટ્રેલિયા 14 વર્ષના ઈતિહાસમાં પહેલી વાર આ ફોર્મેટમાં ચેમ્પિયન
ડેવિડ વોર્નર મેન ઓફ ધ સિરીઝ, પ્લેયર ઓફ ધ મેચ મિચેલ માર્શ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ
T20 વર્લ્ડ કપ 2021ના ટાઇટલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલેન્ડને આઠ વિકેટે હરાવ્યું હતું. દુબઈમાં રમાયેલી ફાઇનલ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 173 રન બનાવીને વર્લ્ડ કપ ટ્રોફી જીતી લીધી હતી.
ઓસ્ટ્રેલિયાનું આ પહેલું T20 ખિતાબ છે. આ પહેલા તે પાંચ વખત વનડે વર્લ્ડ કપ અને બે વખત ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વખત ટી20 વિશ્વકપની ફાઈનલ મેચ રમી હતી અને ન્યુઝીલેન્ડની ટીમને એકતરફી મેચમાં હરાવી હતી.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. ટીમમાં કેપ્ટન કેન વિલિયમસન સિવાય કોઈ બેટ્સમેન બાકી રહ્યો ન હતો. વિલિયમસને 48 બોલમાં 85 રન બનાવ્યા હતા. ડેરીલ મિશેલ 11 રન, ગ્લેન ફિલિપ્સ 18 રન બનાવી શક્યા હતા. આ સિવાય જેમ્સ નીશમ 13 રન અને ટિમ સેફર્ટ 8 રન બનાવીને અણનમ રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે ત્રણ અને એડમ ઝમ્પાએ એક વિકેટ ઝડપી હતી.