ફાઇનલમાં રોહન બોપન્ના અને સાનિયા મિર્ઝાની જોડી બ્રાઝિલની જોડી સામે 6-7, 2-6થી હારી

ભારતની સ્ટાર ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાની છેલ્લી મેચ રમીને ભાવુક થઈ ગઈ હતી. તેણીએ તેના સાથી રોહન બોપન્ના સાથે મિક્સ ડબલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં ભારતીય જોડી હારી ગઈ હતી. ટાઈટલ મેચમાં ભારતીય જોડીને બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડીએ 6-7, 2-6થી હાર આપી હતી. ટેનિસ ગ્રાન્ડ સ્લેમ કરિયરની છેલ્લી મેચ રમ્યા બાદ સાનિયા મિર્ઝાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી.

સાનિયા મિર્ઝા ભાવુક થઈ ગઈ
ઓસ્ટ્રેલિયન ઓપનના મિક્સ્ડ ડબલ્સમાં હાર્યા બાદ સાનિયા મિર્ઝા ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું, “મારી વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત વર્ષ 2005માં મેલબોર્નમાં થઈ હતી. ગ્રાન્ડ સ્લેમ કારકિર્દીને અલવિદા કહેવા માટે આનાથી વધુ સારી જગ્યા કોઈ ન હોઈ શકે. ટાઈટલ જીતવા બદલ આ જોડીને અભિનંદન.”

સાનિયાની કારકિર્દી આવી હતી
સાનિયા મિર્ઝાએ પોતાની ટેનિસ કારકિર્દીમાં 6 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા હતા. તે ડબલ્સમાં વિશ્વની નંબર વન ખેલાડી હતી. તે ભારતની એકમાત્ર ટેનિસ ખેલાડી છે જે WTA સિંગલ્સ રેન્કિંગમાં ટોપ 30માં પહોંચી છે. તેણીની ટેનિસ કારકિર્દીમાં, તે ડબલ્સમાં બે વખત ઓસ્ટ્રેલિયન ઓપન, એક વખત ફ્રેન્ચ ઓપન, એક વખત વિમ્બલ્ડન અને બે વખત યુએસ ઓપન જીતવામાં સફળ રહી હતી. સાનિયા લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ પછી ત્રીજી ભારતીય ટેનિસ ખેલાડી છે જેણે ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં સૌથી વધુ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યા છે.