Water bill may increse : જુલાઇથી જો 25 ટકાનો વધારો થશે તો દરેક ઘર દીઠ દર મહિને 29 ડોલરનો વધારો સંભવ
નમસ્કાર ગુજરાત ન્યૂઝ. ઓકલેન્ડ
ઓકલેન્ડ વાસીઓ પર ટેક્સનો બોજો દેશમાં સૌથી વધુ છે અને તેમાં વધુ એક ટેક્સ બિલમાં તોતિંગ વધારાની સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. ઓકલેન્ડ શહેરને પાણી પૂરું પાડતા વોટરકેર દ્વારા સંકેતો અપાયા છે કે જુલાઇથી વોટર બિલમાં 25 ટકાના વધારાની સંભાવના વ્યક્ત કરાઇ છે.
ઓકલેન્ડની પૂરું પાડતા વોટરકેરે ચેતવણી આપી રહી છે કે કાઉન્સિલની ઉધાર મર્યાદાને જાળવી રાખીને, વોટરકેરને ચલાવવા માટે પાણીના દરમાં 25 ટકા જેટલો વધારો કરવાની જરૂર પડી શકે છે. નોંધનીય છે કે ગયા જુલાઈમાં પાણીના ચાર્જમાં 9.5 ટકાનો વધારો થયો હતો, જ્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ ચાર્જમાં 8 ટકાનો વધારો થયો હતો. જે અનુસાર દરેક ઘર દીઠ અંદાજે 2.20 ડોલર દર સપ્તાહે ચુકવવા પડી રહ્યા છે. તાજેતરમાં જ ન્યૂઝલેટરમાં, વોટરકેરે ગ્રાહકોને જુલાઈથી 25.8 ટકાના સંભવિત ભાવ વધારાની સલાહ આપી હતી.
વોટરકેર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો પ્રસ્તાવ પસાર થશે તો અંદાજે દર મહિને 29 ડોલર સુધીનો બિલમાં વધારો સંભવ છે જ્યારે વાર્ષિક 348 ડોલર વધી શકે છે. આગામી 10 વર્ષના બજેટમાં જે પ્રકારે વિવિધ બાબતોના રેટ્સ વધી શકે છે તેમ છે તેને જોતા આ વધારો પ્રસ્તાવિત છે. વોટરકેરે જણાવ્યું હતું કે 25.8 ટકાનો વધારો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ ચાર્જિસ પર પણ લાગુ પડી શકે છે.
આ તરફ દર વખતની માફક આ વખતે પણ વોટરકેર ઓકલેન્ડવાસીઓને સંભવિત ભાવ વધારા પહેલા 10 દિવસની નોટિસ આપશે.