ફાંગેરાઇમાં મહિલાએ એટલો બધો દારુ પીથો કે આલ્કોહોલ લેવલ નવ ગણું વધારે નોંધાયું, પોલીસ પણ દંગ રહી ગઇ

ન્યુઝીલેન્ડ પોલીસ રોડસાઇડ બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ જોઇને દંગ રહી ગઇ છે કારણ કે એક મહિલાને જ્યારે પોલીસ દ્વારા બ્રેથ એનેલાઇઝર ટેસ્ટ માટે રોકવામાં આવી ત્યારે તેનું આલ્કોહોલ લેવલ ન્યુઝીલેન્ડના ઇતિહાસનું સૌથી ઉચ્ચ સ્તરે જોવા મળ્યું. 26 વર્ષીય મહિલા નોર્થલેન્ડના ફાંગેરાઇમાં ખુબ જ ખરાબ રીતે ડ્રાઇવ કરી રહી હતી ત્યારે સ્થાનિક લોકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. જ્યાં જ્યારે પોલીસે આલ્કોહોલ લેવલ જોયું ત્યારે આંખો પહોળી રહી ગઇ હતી.

પોલીસ દ્વારા રોડસાઇડ ટેસ્ટમાં 2178 માઈક્રોગ્રામનું બ્રેથ-આલ્કોહોલ લેવલ જોવા મળ્યું, જે કાયદાકીય મર્યાદા કરતાં લગભગ નવ ગણું હતું. પોલીસનું કહેવું છે કે તે વાંગારેઈ હેડ્સમાં રહેતી હતી પરંતુ દલીલ બાદ – 30 કિમીથી વધુનું અંતર – ટીકીપુંગાના કોર્કસ રોડ તરફ પહોંચી ગઇ હતી.

તેણીને વાંગેરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી જ્યાં તેનું લાઇસન્સ 28 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. તેણી આવતા મહિને કોર્ટમાં રજૂ થવાની છે. નોર્થલેન્ડ રોડ પોલીસિંગ મેનેજર એની-મેરી ફિચેટે જણાવ્યું હતું કે કોઈ પણ અશક્ત ડ્રાઈવરો રોડ પર ન રહેવા જોઇએ અને તેની તકેદારી પણ પોલીસ રાખી રહી છે. “કર્મચારીઓ સમગ્ર જિલ્લામાં મોટી સંખ્યામાં ચેકપોઇન્ટ્સ પર તપાસ હાથ ધરવા માટે પ્રતિબદ્ધ છે અને અમારા EBA [અધિક બ્રેથ આલ્કોહોલ] અને ડ્રગ્સવાળા ડ્રાઇવરોની આશંકા તેના પરિણામે વધુ છે.

20 અને તેથી વધુ વયના ડ્રાઇવરો માટે કાનૂની મર્યાદા પ્રતિ લિટર પર બ્રેથ દીઠ 250 માઇક્રોગ્રામ આલ્કોહોલ છે. રક્ત પરીક્ષણ માટે મર્યાદા 50 મિલિગ્રામ આલ્કોહોલ પ્રતિ 100 મિલિલિટર રક્ત છે. 20 વર્ષથી ઓછી ઉંમરના ડ્રાઇવરો શૂન્ય મર્યાદાને પાત્ર છે. આ તરફ 2023માં વાઇટામાટામાં એક વ્યક્તિને જ્યારે પોલીસે પકડ્યો હતો ત્યારે તેનું આલ્કોહોલ લેવલ 1977ના સ્તરે હતું. જે અત્યાર સુધીનું ઉચ્ચ હતું.