બસની રાહ જોઇને ઉભા રહેલા બે લોકો પર સાત લોકોના ટોળા દ્વારા કનડગત અને હુમલો કરાયો, 14મી એપ્રિલની ઘટના, 13 વર્ષીય છોકરા અને તેના મિત્ર પર હુમલો
નમસ્કાર ગુજરાત ન્યૂઝ.
ઓકલેન્ડનું ન્યુ લીન સ્ટેશન અસામાજિક તત્વોનો અડ્ડો બની રહ્યું હોય તેવુ લાગી રહ્યું છે. 14મી એપ્રિલે એક 13 વર્ષીય કિશોર પર સાત લોકોના ટોળા દ્વારા પહેલા પરેશાન કરાયો હતો અને બાદમાં તેની પર હુમલો કર્યો હતો. આટલું જ નહીં પરંતુ માત્ર અડધો કલાકમાં બીજા એક વ્યક્તિ પર પણ હુમલાની ઘટના ઘટી હતી અને આજે પોલીસ હજુ સુધી આવા લોકોને પકડી શકી નથી.
Waitematā વેસ્ટ પ્રિવેન્શન મેનેજર, ઇન્સ્પેક્ટર કેલી ફેરાન્ટે જણાવ્યું હતું કે પોલીસ બંને ઘટનાઓની તપાસ કરી રહી છે. પ્રથમ ઘટના બપોરે 1.30 વાગ્યે અને બીજી બપોરે 1.50 વાગ્યે બની હતી. “પ્રથમ ઘટનામાં, સ્ટેશન પર સાત જેટલા યુવાનોના જૂથ દ્વારા ધમકી બાદ હુમલો કરાયો હતો. જ્યારે બીજી ઘટનામાં અન્ય બે પીડિતો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેઓને ધમકાવ્યા બાદ તેમન પાસે રહેલું ફૂડ પણ ઝૂંટવી લેવામાં આવ્યું હતું.
હાલ 13 વર્ષીય કિશોર અને તેનો મિત્ર એ હદે ગભરાઇ ગયા છે કે હાલ તેઓને મેડિકલ સપોર્ટ પણ આપવામાં આવી રહ્યો છે. ઓકલેન્ડ ટ્રાન્સપોર્ટ સિક્યુરિટી ગાર્ડે બંનેને ટોળાથી બચાવ્યા હતા. જેઓએ તેમને એક રૂમમાં રાખ્યા હતા જ્યાં સુધી તેમની માતા તેઓને લેવા માટે પહોંચી હતી. માતાને દિકરાએ જણાવ્યું હતું કે તેને એક બસ ડ્રાઇવરે બચાવ્યો હતો જ્યારે તેણે હુમલાને જોયો હતો.