કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે હવે ભારતને સમજાયું છે કે તેઓ હંમેશા આક્રમક વલણ અપનાવી શકતા નથી.
તેથી ભારતમાં સહકારની લાગણી જન્મી છે.
ટ્રુડોનું માનવું છે કે અમેરિકાના કડક વલણને કારણે ભારતમાં આ પરિવર્તન આવ્યું છે. ટ્રુડોએ વધુમાં કહ્યું કે અમે ભારત સાથે સંબંધો સુધારવા માંગીએ છીએ.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ભારત પર અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવા માટે ભારતીય સરકારી કર્મચારીનો સંપર્ક કરવાનો આરોપ લગાવ્યા બાદ આ ફેરફાર આવ્યો છે.

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે ભારત અને કેનેડાના સંબંધોમાં અચાનક બદલાવ જોવા મળી રહ્યો છે.
આ બદલાવ ત્યારે આવ્યો કે જ્યારે અમેરિકાએ ભારત પર અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યા કરવા માટે ભારતીય સરકારી કર્મચારીએ એક વ્યક્તિનો સંપર્ક કરવાનો આરોપ લગાવ્યો છે.
જસ્ટિન ટ્રુડોએ કેનેડિયન ન્યૂઝ ચેનલ સીબીસી ન્યૂઝને એક ઈન્ટરવ્યુ આપતાં કહ્યું કે કદાચ ભારતને સમજાઈ ગયું છે કે તેઓ હંમેશા આક્રમક વલણ અપનાવી શકતા નથી. તેથી ભારતમાં સહકારની લાગણી જન્મી છે. ટ્રુડોનું માનવું છે કે અમેરિકાના કડક વલણને કારણે ભારતમાં આ પરિવર્તન આવ્યું છે.